બાબા રામદેવની આ કંપનીના શેર ખરીદવા માટે પૈસા તૈયાર રાખશો, પછી નહીં મળે આવી તક

ખાદ્ય તેલ બનાવનારી કંપની બાબા રામદેવની કંપની રૂચિ સોયા 24 માર્ચે પોતાનો ફોલો-ઓન પબ્લિક ઓફર લોન્ચ કરવા જઈ રહી છે. આ કંપનીને પાછલા વર્ષે ઓગસ્ટમાં એફપીઓ લાવવા માટે મૂળી બજાર નિયામક સેબીની મંજૂરી મળી હતી. પજંતલિએ વર્ષ 2019માં રૂચિ સોયાને ખરીદી હતી. 

બાબા રામદેવની આ કંપનીના શેર ખરીદવા માટે પૈસા તૈયાર રાખશો, પછી નહીં મળે આવી તક

નવી દિલ્હીઃ રોકાણકારોની પાસે બાબા રામદેવની કંપની રૂચિ સોયાના શેર ખરીદવાની સારી તક છે. કંપની 24 માર્ચે પોતાનો ફોલો-ઓન પબ્લિક ઓફર લોન્ચ કરવા જઈ રહી છે. તેના દ્વારા રૂચિ સોયાને 4300 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના છે. રૂચિ સોયાનો માલિકી હક બાબા રામદેવની નેતૃત્વવાળી કંપની પતંજલિ આયુર્વેદની પાસે છે. રૂચિ સોયાના 10 હજાર ઇક્વિટી શેર પાત્ર કર્મચારીઓ માટે રિઝર્વ હશે. 

રૂચિ સોયાએ શુક્રવારે સ્ટોક માર્કેટને જાણકારી આપી કે બોર્ડની એક સમિતિએ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સને મંજૂરી આપી છે. બોર્ડે બોલી માટે ઈશ્યૂને 24 માર્ચ 2022ના ખોલવા અને  28 માર્ચ 2022ના બંધ કરવાને મંજૂરી આપી છે. ખાદ્ય તેલ કંપની રૂચિ સોયાને પાછલા વર્ષે ઓગસ્ટમાં એફપીઓ લાવવા માટે મૂળી બજાર નિયામક સેબીની મંજૂરી મળી હતી. ડીઆરએચપી પ્રમાણે રૂચિ સોયા કેટલુક બાકી દેવું ચુકવવા, પોતાની કાર્યશીલ મૂળી સંબંધી જરૂરીયાત અને અન્ય સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે ઈશ્યૂથી મળેલી આવકનો ઉપયોગ કરશે. 

પતંગલિએ ખરીદી હતી રૂચિ સોયા
પંજતલિએ વર્ષ 2019માં 4350 કરોડ રૂપિયામાં એક દેવાળુ પ્રક્રિયાના માધ્યમથી રૂચિ સોયાને ખરીદી હતી. કંપનીના પ્રમોટર્સ પાસે હાલ તેની આશરે 99 ટકા ભાગીદારી છે. કંપનીને એફપીઓના આ રાઉન્ડમાં ઓછામાં ઓછી 9 ટકાની ભાગીદારી વેચવાની છે. સેબીના નિયમો પ્રમાણે કંપનીમાં ઓછામાં ઓછા 25 ટકાની જાહેર ભાગીદારી હોવી જોઈએ. પ્રમોટર્સની પાસે પોતાની ભાગીદારી ઘટાડીને 75 ટકા કરવા માટે ત્રણ વર્ષનો સમય છે. કંપનીના પ્રમોટર્સની પાસે હજુ કંપનીમાં 99 ટકા ભાગીદારી છે. 

રૂચિ સોયાના શેરોને 27, 2020માં 16.10 રૂપિયાના ભાવ પર ફરી લિસ્ટ કરવામાં આવ્યા હતા. નવ જૂન, 2021ના તે 1378 રૂપિયાના સ્તર પર પહોંચ્યા, જે 52 સપ્તાહમાં સૌથી ઉપલું સ્તર હતું. શુક્રવારે તે 803.70 રૂપિયા પર બંધ થયા હતા. રૂચિ સોયાના પોર્ટફોલિયોમાં સામેલ ચર્ચિત બ્રાન્ડમાં રૂચિ ગોલ્ડ, મહાકગોશ, સનરિચ, ન્યૂટ્રેલા, રૂચિ સ્ટાર અને રૂચિ સનલાઇટ સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news