આ ઘટના વાંચી હૃદય કંપી જશે, નરાધમે ડીસાની યુવતીને ક્યાંય ના છોડી, વારંવાર પીંખી!

ડીસા પંથકની છાત્રાને બરોડાના ખાનગી બસ ચાલકે ઉત્તર ભારતની ટૂર દરમિયાન પેઇન્ટીંગના વખાણ કરી પોતાની જાળમાં ફસાવી હતી. જે પછી વિશ્વાસ કેળવી તેણીની નજીક આવ્યો હતો અને હવસ સંતોષવા માટે છાત્રાના પતિની હત્યા કરવાની ધમકી આપી જુદા જુદા સમયે બસ, પોતાની કારમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ ઘટના વાંચી હૃદય કંપી જશે, નરાધમે ડીસાની યુવતીને ક્યાંય ના છોડી, વારંવાર પીંખી!

ધવલ પરીખ/નવસારી: નવસારીમાં ફાઈન આર્ટસમાં અભ્યાસ કરતી ડીસા પંથકની છાત્રાને બરોડાના ખાનગી બસ ચાલકે ઉત્તર ભારતની ટૂર દરમિયાન પેઇન્ટીંગના વખાણ કરી પોતાની જાળમાં ફસાવી હતી. જે પછી વિશ્વાસ કેળવી તેણીની નજીક આવ્યો હતો અને હવસ સંતોષવા માટે છાત્રાના પતિની હત્યા કરવાની ધમકી આપી જુદા જુદા સમયે બસ, પોતાની કારમાં દુષ્કર્મ ગુજાર્યું હતું.

હવસખોરના ત્રાસથી છાત્રાએ ડીસા પંથકના તેના ઘરે ઝેરી ગટગટાવી હતી. તેમજ હાથની નસ કાપી નાંખી હતી. તેણીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં સ્વસ્થ થતાં બસ ચાલક સામે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ડીસા પોલીસે વિધર્મી યુવકની અટકાયત કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા પંથકની યુવતીના લગ્ન નવસારીમાં થયા હતા. જે વર્તમાન સમયે તેના પતિના ઘરે રહી ફાઇન આર્ટસમાં અભ્યાસ કરી રહી છે. જે નવસારીથી તેના પતિ સહિતના મિત્રો સાથે ખાનગી બસમાં ઉત્તર ભારતની ટૂરમાં ગઈ હતી. ત્યારે સાથેની બીજી બસનો ચાલક વડોદરાનો ઈમરાનખાન કાસમહુસેન ઘોરીએ તેણી સાથે પરિચય કેળવી તેણીના ઈન્સ્ટા ગ્રામ આઈ.ડી.માં દોરેલા પેઇન્ટિંગના વખાણ કરી નજીક આવ્યો હતો. જે પછી મોબાઈલ ફોન મેળવી વાતો કરી વિશ્વાસ કેળવ્યો હતો. જે દરમિયાન તેનું પોત પ્રકાશ્યું હતું.

છાત્રાના પતિની હત્યા કરવાની ધમકી આપી તેણી નવસારીથી ડીસા આવતી હતી. ત્યારે વડોદરાથી લક્ઝરી બસમાં ચઢી સ્લિપર સીટમાં તેણીની ઉપર દુષ્કર્મ આચર્યુ હતુ. જે પછી તેણી એસ. ટી. બસમાં આવતી હતી. ત્યારે પણ સ્લિપર કોચમાં દુષ્કર્મ આચર્યુ હતું. ત્રીજી વખત તે બસમાં આવતી હતી ત્યારે રસ્તામાં તે કાર લઇને આવ્યો હતો અને કારમાં બેસાડી સેંથામાં સિંદુર પુરી પત્ની બનાવી રસ્તામાં બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું.

ઈમરાન ઘોરી તેણીના ઘર આગળ સળગી મરવાની પણ ધમકી આપતો હતો. આથી ત્રાસથી કંટાળી છાત્રાએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. તેમજ હાથની નસ કાપી દીધી હતી. તેણીને ડીસાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં તબિયત સ્વસ્થ થતાં વડોદરાના ખાનગી બસ ચાલક ઇમરાનખાન કાસમહુસેન ઘોરી સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને ડીસા તાલુકા પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news