સુરતમાં અનોખી રીતે યોજાયું ડ્રગ્સ જાગૃતિ અભિયાન; હવે આરોપીઓ પણ ડ્રગ્સ લેતા સૌ વાર વિચારશે!

હવે પછી ડ્રગ્સનું સેવન નહી કરીએ અને કરાવા નહીં દઈએ તેવી સપથ લીધી છે. ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતેજ જાગૃતિ ફેલાવી છે. હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ સપથ લીધા છે.ડ્રગ્સ ની ચંગુલ મા ફસાયેલા યુવાનોએ પણ શપખમાં સામેલ કરાયા છે.

સુરતમાં અનોખી રીતે યોજાયું ડ્રગ્સ જાગૃતિ અભિયાન; હવે આરોપીઓ પણ ડ્રગ્સ લેતા સૌ વાર વિચારશે!

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતમા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમા યોજાયું અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓ દ્વારા જ ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી છે. આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નહીં કરવાના સપથ લીધા છે. હવે પછી ડ્રગ્સનું સેવન નહી કરીએ અને કરાવા નહીં દઈએ તેવી સપથ લીધી છે. ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતેજ જાગૃતિ ફેલાવી છે. હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ સપથ લીધા છે.ડ્રગ્સ ની ચંગુલ મા ફસાયેલા યુવાનોએ પણ શપખમાં સામેલ કરાયા છે.

સુરતમાં say no ડ્રગ્સ ઇન સુરત સિટી મુહિમ અંતર્ગત ડ્રગ્સ માફિયા ઉપર પોલીસે લાલા કરી રહી છે. અનેક ડ્રગ્સ માપીયાઓને પોલીસે ડ્રગ્સ મુદ્દામાલ સાથે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હવે નવા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતના માર્ગદર્શનમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિનું અનોખું અભિયાન શરૂ કરાયું છે. રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી પકડાયેલા ડ્રગ્સના વ્યસની તથા પેડલરોએ હવે પછી ડ્રગ્સની પ્રવૃતિમાં સામેલ નહીં થવાના શપથ પણ લીધા હતા.

રાંદેર પોલીસ મથક વિસ્તારમાંથી ભૂતકાળમાં ડ્રગ્સનું સેવન કે હેરફેરમાં ઝડપાયેલા પુરુષો અને મહિલાઓને ડ્રગ્સ વિરોધી જાગૃતિની ઝુંબેશમાં જોડવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે રાંદેરના ઈસ્લામિયા જીમખાનામાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાંદેર પોલીસ મથકના પીઆઈ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે તમે બધાં થોડાઘણાં પૈસા માટે આ પ્રવૃતિ કરો છો પણ સમાજ અને રાષ્ટ્રને કેવું નુકસાન થાય છે એ વિશે પણ એમને સમજ આપી હતી. 

આ ડ્રગ્સ પેડલરોને હેરાફેરીના પ્રવૃત્તિમાં સામેલ નહીં થવાના અને ડ્રગ્સના સેવન નહીં કરવાના શપથ લેવડાવ્યા હતા. હાજર રહેલા મહિલા અને પુરુષોએ ડ્રગ્સ લઈશું નહીં અને લેવા દઈશું નહીં એવા શપથ લીધા હતા. હવે પછી આવી પ્રવૃત્તિમાં ક્યારેય સામેલ નહીં થાય તેની ખાતરી આપી હતી અને ડ્રગ્સથી નુકસાન થાય છે એ વિશે જાગૃતિ ફેલાવવા માટે પણ એમણે તૈયારી દર્શાવી હતી. આ કાર્યક્રમમાં રી-હેબિલેશન સેન્ટરના અધિકારીઓનો પણ સહયોગ રહ્યો હતો.

મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી એમડી સહિતના ડ્રગ્સ ઝડપાઈ રહ્યા છે. શહેર પોલીસ આ નેટવર્કનો વારંવાર પર્દાફાશ કરે છે. હવે નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ડ્રગ્સ વિરોધી જાગૃતિનું એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ રાંદેર પોલીસ દ્વારા કરાયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news