નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી

અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે PSI એ પોલીસ ઇન્સપેક્ટરના વલણ સામે વાંધો ઉઠાવતા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. પરંતુ હવે આ બંને પીએસઆઈની બદલી કરી દેવામાં આવી છે. 

નિકોલના PI કેડી જાટ સામે આરોપ લગાવનાર બંને PSI ની તાત્કાલીક અસરથી બદલી

અમદાવાદઃ અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં કાર્યરત બે PSI એ પોલીસ ઈન્સ્પેક્ટર કે.ડી. જાટ સામે માનસિક ત્રાસ અને અપમાનજનક વર્તનના આક્ષેપો કર્યાં હતા. જેમાંથી એક પીએસઆઈએ શહેર પોલીસ કમિશનર તેમજ ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે  PI કે.ડી.જાટના માનસિક ત્રાસને કારણે આપઘાત કરી લેવાના વિચાર આવે છે. પરંતુ હવે આ ઘટનામાં બંને PSI ની બદલી કરી દેવામાં આવી છે. 

બંને PSI ની બદલી કરી દેવામાં આવી
શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે PSI એ પોલીસ ઇન્સપેક્ટરના વલણ સામે વાંધો ઉઠાવતા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. એક PSI જયંતિ શિયાળે લેખિતમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃરાજ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે બીજા PSI રાજેશ યાદવે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ પીઆઈ કેડી જાટ સામે કાર્યવાહી કરવાના બદલે બંને પીઆઈની બદલી કરી દેવામાં આવી છે.

બદલીનો ઓર્ડર અપાયો
પ્રાપ્ત વિગત અનુસાર નિકોલ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જેબી શિયાળ અને આર.ઓ. યાદવની બદલી સાબરમતી રીવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીની માહિતી પ્રમાણે આ બંને પીઆઈની બદલી તાત્કાલીક અસરથી કરવામાં આવી છે. એટલે કે પોલીસ તંત્રએ  PI કે.ડી.જાટ વિરુદ્ધ તપાસ શરૂ કરતાં પહેલા બંને પીઆઈની બદલી કરી દેતા પોલીસ બેડામાં નારાજગી વ્યાપી છે.

બંને પીએસઆઈએ લગાવ્યા હતા આરોપ
નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે PSI એ પોલીસ ઇન્સપેક્ટરના વલણ સામે વાંધો ઉઠાવતા પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે. એક PSI જયંતિ શિયાળે લેખિતમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ગૃહરાજ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી છે ત્યારે બીજા PSI રાજેશ યાદવે અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ફરિયાદ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news