સર્જરી બાદ સાજા થયા 107 વર્ષના બા! ગુજરાતના વડીલો માટે આશાનું કિરણ બનશે આ સરકારી હોસ્પિટલ

ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સરકારી હોસ્પિટલમાં 107 વર્ષના બાની સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરીએ રાજ્યના તમામ વડીલો માટે એક આશાનું કિરણ છેકે, જો 107 વર્ષના સમજુ બા સર્જરી અને સારવાર બાદા સાજા થઈ ગયા હોય તો તમે પણ થઈ જશો.

સર્જરી બાદ સાજા થયા 107 વર્ષના બા! ગુજરાતના વડીલો માટે આશાનું કિરણ બનશે આ સરકારી હોસ્પિટલ

AIIMS HOSPITAL RAJKOT: ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર સરકારી હોસ્પિટલમાં 107 વર્ષના બાની સફળ સર્જરી કરવામાં આવી છે. આ સર્જરીએ રાજ્યના તમામ વડીલો માટે એક આશાનું કિરણ છેકે, જો 107 વર્ષના સમજુ બા સર્જરી અને સારવાર બાદા સાજા થઈ ગયા હોય તો તમે પણ થઈ જશો. મવડીના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 107 વર્ષ ની ઉમર ધરાવતા સમજુબને જાદવજીભાઈ પંચાસરાની આ કહાની છે. કહાની એટલાં માટે કે, આવી વ્યક્તિના આશીર્વાદ કિસ્મતવાળાને જ મળી શકે છે. આ માજીએ આઝાદી પહેલાં અને પછીના તમામ શાસકો જોયા હશે. આ માજીએ તમામ સરકારોમાં વોટ આપ્યો. હાલ કદાચ આ માજી ગુજરાતના સૌથી મોટી ઉંમરના મતદાર હશે. અને દેશભરના સૌથી મોટી ઉંમરના મતદારોમાં પણ તેમનો સમાવેશ થતો હશે. ફાસ્ટલાઈફના કારણે હવે જીવનશૈલી બદલાઈ છે અને હેલ્થ ખરાબ થઈ રહી છે. જેને કારણે હવે એવરેજ આયુષ્ય લગભગ 65 થી 70 વર્ષની આસપાસ થઈ ગયું છે.

107 વર્ષના સમજુ બાની સફળ સર્જરી:
અનેક પરિસ્થિતિઓની વચ્ચે ઝઝૂમનાર 107 વર્ષના માજી જો ગુજરાતની સરકારી હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ એકદમ સાજા થઈ શકતા હોય છે ધન્ય છે. સર્જરી બાદ સમજુ બા ખુશખુશાલ જણાતા હતા, તો તેમની સર્જરી અને સારવાર કરનારા તબીબો અને નર્સિંગ સ્ટાફે પણ 107 વર્ષના માજીના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી. જોકે, આ ઘટના બાદ ગુજરાતના બીજા વડીલો માટે એક આશાનું કિરણ જાગ્યું છેકે, સરકારી હોસ્પિટલોમાં પણ ખુબ સારી સારવાર મળી રહે છે. 

કઈ રીતે કરવામાં આવી સફળ સારવાર?
રાજકોટના મવડીના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા 107 વર્ષ ની ઉમર ધરાવતા સમજુબને જાદવજીભાઈ પંચાસરા ઘરમાં જ પડી જવાથી સાથળ ના ભાગે થયલે ઇજાના કારણે હાડકું ભાંગી ગયલે હતું. પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જોકે ઓપરેશનમાં રિસ્ક હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જેથી રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. એઇમ્સ હોસ્પિટલના તબીબો પર ભરોસો કર્યો હતો અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન સફળ કર્યું હતું. 

પરિવાર દ્વારા જણાવાયું હતું કે બાને એમના ડાયટ મજુબ હોસ્પિટલ દ્વારા જ ભોજન તમે જ તમામ સારવાર સતત 24 કલાક મોનીટરીંગ કરી પરેજી પાડવામાં આવી હતી. એઇમ્સ હોસ્પિટલ ઓર્થોઅપેડીક વિભાગના શ્રેષ્ઠ ડોક્ટર દ્વારા ઓપરેશન સર્જન ડો અક્ષત ગુપ્તા તેમજ આસિસ્ટન સર્જન ડો. રિષિત અને સ્થેટેસ્ટીક ડો કિર્તી ચૌધરી અને ડો.સુમિત બસંલ, સિનિયર નર્સિંગ ઓફીસર રવિ અને હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા સતત ખડેપગે રહીને દર્દીને તમામ સવિુવિધાઓ અપાવી હતી. સફળ ઓપરેશનમાં પરિવાર દ્વારા એઇમ્સ હોસ્પિટલ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news