યોગેશ પટેલનું વિવાદિત નિવેદન, સૌરાષ્ટ્રના ધારાસભ્યો અવાજ કરીને કામો કરાવી લે છે, પરંતુ મધ્ય ગુજરાતવાળા...

MLA Yogesh Patel Statement : વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે વ્યક્ત કર્યો રોષ.. કહ્યું, મધ્ય ગુજરાતવાળા પોતાનો વિચાર રજૂ કરવામાં ડરે છે... સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરીને કરાવે છે કામ...

યોગેશ પટેલનું વિવાદિત નિવેદન, સૌરાષ્ટ્રના ધારાસભ્યો અવાજ કરીને કામો કરાવી લે છે, પરંતુ મધ્ય ગુજરાતવાળા...

Vadodara News જયંતી સોલંકી/વડોદરા : વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલ પોતાના અંદાજ માટે જાણીતા છે. તેમનો બેખૌફ અંદાજના ચારેતરફ વખાણ થાય છે. ત્યારે વિકાસ કામો માટે યોગેશે પટેલે પોતાનો રોષ ઠાલવ્યો હતો. એક સમારોહમાં તેમણે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો વિશે વિરોધાભાસી નિવેદન આપ્યું. તેમણે કહ્યુ હતું કે, સૌરાષ્ટ્રના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરી કામો કરાવી લે છે. મધ્ય ગુજરાતવાળા વિચારે છે કે સરકાર સામે બોલીશું તો ટિકિટ નહીં મળે.

વડોદરામાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. અભિવાદન સમારોહમાં યોગેશ પટેલે કહ્યું હતું કે, હવે આપણે અવાજ ઉઠાવવો પડશે. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડના ધારાસભ્યો પોતાનો અવાજ રજૂ કરી કામો કરાવી લે છે. પરંતું મધ્ય ગુજરાતવાળા એવું વિચારે છે કે સરકાર સામે બોલીશું તો ટિકિટ નહિ મળે. 

યોગેશ પટેલે કટાક્ષમાં કહ્યું કે, મારો જ દાખલો છે,મને તો ટિકિટ મળી જ છે. મને લાગે છે બાલુભાઈ બરોબર છે. ઓપનિંગમાં જાય એટલે બેટિંગ કરી જ લે. આપણે કેવું પડે કે ભાઈ ધીમે ધીમે. કેયૂરભાઈએ સાથે રહેવું પડશે. મનીષાબેન અને ચૈતન્યભાઈ તો સાથે રહેવાના જ છે. ત્યારે ધારાસભ્ય યોગેશ પટેલના નિવેદનથી રાજકારણ ગરમાયું છે.

કોણ છે યોગેશ પટેલ?
23 જુલાઈ 1946માં જન્મ થયો
ગુજરાતના મોટા રાજકીય ચહેરામાંથી એક
સતત સાત ટર્મથી ધારાસભ્ય
5 વખત રાવપુરાથી ધારાસભ્ય બન્યા
માંજલપુરથી સતત 2 ટર્મથી ધારાસભ્ય
35 વર્ષથી સતત ધારાસભ્ય રહેનાર ભાજપના એકમાત્ર નેતા
રૂપાણી સરકારમાં મંત્રી બન્યા
લડાયક મિજાજ માટે વિસ્તારમાં જાણીતા
1990થી વિધાનસભાના સભ્ય
અત્યંત સાદું જીવન જીવે છે 
ભાજપમાં રહીને તંત્ર સામે અવાજ ઉઠાવનાર નેતા   

યોગેશ પટેલ હંમેશાથી પોતાના બિન્દાસ્ત અંદાજ માટે ફેમસ છે. તેઓ પહેલા પણ અનેક મુદ્દે ખૂલીને નિવેદન આપી ચૂક્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ ભાજપમાં ટિકિટની માંગ સામે અડગ રહ્યા હતા, જેના બાદ શીર્ષ નેતૃત્વને ઝૂકવુ પડ્યુહતું, અને અને અંતે યોગેશ પટેલને માંજલપુર બેઠકથી ટિકિટ માટે જાહેરાત કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news