Phalodi Satta Bazar Predictions: ક્યાં અટકશે ભાજપનો રથ! પાંચમા તબક્કાનું મતદાન આવતા સુધીમાં તો પાસું પલટાઈ ગયું? સટ્ટા બજારની નવી આગાહી

Phalodi Satta Bazar Predictions: લોકસભા ચૂંટણીના પરિણામની તારીખ નજીક આવતા જ રાજસ્થાનના સૌથી ચર્ચિત સટ્ટા બજારની આગાહી ફરી ચર્ચામાં છે. હવે સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ચૂંટણીની સફર અડધાથી વધુ પૂરી થઈ ગઈ છે તો કઈ પાર્ટી સત્તામાં આવે તેવી સ્થિતિ બની રહી છે. ચૂંટણી હોય કે પછી મેચ કે વરસાદનું હવામાન કેમ ન હોય...રાજસ્થાનનું ચર્ચિત ફલૌદી સટ્ટા બજાર પોતાની સટીક આગાહીઓના કારણે ચર્ચામાં રહે છે. 

Phalodi Satta Bazar Predictions: ક્યાં અટકશે ભાજપનો રથ! પાંચમા તબક્કાનું મતદાન આવતા સુધીમાં તો પાસું પલટાઈ ગયું? સટ્ટા બજારની નવી આગાહી

Lok Sabha Chunav 2024: લોકસભા ચૂંટણી 2024 માટે અત્યાર સુધીમાં ચાર તબક્કા સુધી મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને આજે પાંચમા તબક્કા માટે મતદાન ચાલુ છે. લોકસભા ચૂંટણીના પરિણામની તારીખ નજીક આવતા જ રાજસ્થાનના સૌથી ચર્ચિત સટ્ટા બજારની આગાહી ફરી ચર્ચામાં છે. હજુ 2 તબક્કાનું મતદાન બાકી છે. પરંતુ હવે સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ચૂંટણીની સફર અડધાથી વધુ પૂરી થઈ ગઈ છે તો કઈ પાર્ટી સત્તામાં આવે તેવી સ્થિતિ બની રહી છે.

ચૂંટણી હોય કે પછી મેચ કે વરસાદનું હવામાન કેમ ન હોય...રાજસ્થાનનું ચર્ચિત ફલૌદી સટ્ટા બજાર પોતાની સટીક આગાહીઓના કારણે ચર્ચામાં રહે છે. 

શું કહ્યું હતું સટ્ટા બજારે?
સટ્ટા બજાર સંકેત આપે છે કે ભાજપ 300 સીટો (13 મે 2024 સુધીનું) જીતી શકે છે. એટલે કે ફલૌદી સટ્ટા બજાર આમ તો ભાજપને 300 સીટો આપે છે. જ્યારે કોંગ્રેસે 40-42 સીટો પર સંતોષ કરવો પડી શકે જે 2019ની સરખામણીમાં 52 સીટો કરતા ઓછી છે. ફલોદી સટ્ટા બજાર મુજબ બાકીની સીટો અન્ય પક્ષોમાં વહેંચાઈ રહી છે. જો ફલોદી સટ્ટા બજારનું આ અનુમાન સાચું ઠર્યું તો એકવાર ફરીથી તેના અનુમાન પર સટીકતાની મહોર લાગી શકે છે. 

યુપીમાં કેટલી સીટોનું અનુમાન
યુપીમાં ઓછા મતદાનના કારણે ભાજપને નુકસાન થઈ શકે છે. પરંતુ આમ છતાં સત્તાધારી પક્ષ ભાજપને 80માંથી લગભગ 62 થી 65 બેઠકો મળી શકે છે. સટ્ટા બજાર મુજબ ભાજપને દેશભરમાં 280 થી 290 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને કેન્દ્રમાં 70થી 85 બેઠકો મળે તેવી આગાહી કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અને ફલૌદી સટ્ટા બજાર મુજબ ભારતીય જનતા પાર્ટીએ યુપીની તમામ 80 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. તેને પોતાના દમ પર 335 થી 340 બેઠકો જીતવાનો ભરોસો છે. જો છેલ્લા તબક્કાઓના મતદાનમાં વધારો થયો તો  ભાજપ 30-35 સીટો પર આગળ વધી શકે છે. જો ફલૌદી સટ્ટા બજારની આગાહી સાચી ઠરે તો એકવાર ફરીથી અહીંના આંકલન પર સટીકતાની મહોર વાગી શકે છે. 

અગાઉ શું કર્યો હતો દાવો
મીડિયા રિપોર્ટ્સ મુજબ લોકસભા ચૂંટણી પહેલા જ્યાં ભાજપે રામ મંદિર નિર્માણના કારણે એનડીએના 400 પારનો દાવો કર્યો હતો ત્યાં ફલૌદી સટ્ટા બજારે ભાજપ માટે 320 આજુબાજુ બેઠકો પર દાવ લગાવ્યો હતો. તે પછી ચોથા તબક્કાના મતદાન પહેલાં ફલોદી સટ્ટા બજાર ભાજપને 307 થી 310 બેઠકો આપી રહ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફલોદી સટ્ટા બજારના બુકીઓ કોંગ્રેસને 58 થી 62 સીટો આપી રહ્યા હતા. ઘણી જગ્યાએ ગયા વર્ષની સરખામણીમાં ઓછું મતદાન થયું હતું. ઘણી જગ્યાએ ઓછા મતદાનને સત્તા વિરોધી લહેર તરીકે જોવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ફલોદી સટ્ટા બજાર 300થી ઓછી બેઠકોનો અંદાજ લગાવી રહ્યું છે.

સટીક હોય છે આગાહીઓ?
સટ્ટા બજારની વાત આવે તો સૌથી પહેલા ફલૌદી સટ્ટા બજારનું નામ આગળ આવે છે. જેમ જેમ પરિણામના દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ સટ્ટા બજાર પણ ધીરે ધીરે જોર પકડી રહ્યું છે. સટ્ટા બજાર એવો સંકેત આપે છે કે આખરે કોની સરકાર બની શકે છે. ફલૌદી સટ્ટા બજાર ખુબ જૂનું છે જ્યાં ચૂંટણીને લઈને અનેક ચીજો પર સટ્ટો લગાવવામાં આવે છે. અહીં લોકસભા ચૂંટણીમાં દેશની લગભગ તમામ લોકસભા સીટો પર સટ્ટો લગાવવામાં આવે છે. 

બદલાતા રહે છે ભાવ
સટ્ટા બજારમાં સીટોને લઈને થનારા સૌદાનું પોતાનું ગણિત છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોની જીતના ભાવ અલગ અલગ હોવાના કારણે બદલાતા રહે છે. હાલના ભાવ ચાર તબક્કા પૂરા થયા બાદના છે. આજે પાંચમા તબક્કાનું મતદાન ચાલુ છે અને હજુ બે તબક્કા બાકી છે. ચૂંટણી આગાહીઓમાં સીટોની સંખ્યા વધી કે ઘટી પણ શકે છે. 

કેવી રીતે નક્કી થાય છે ભાવ
ચૂંટણીમાં હાર જીતનું આકલન ઉમેદવારોનો ચહેરો, સમર્થકોની ચૂંટણી સભામાં ભીડ, અને જાતીય સહયોગ સાથે પાર્ટીને ધ્યાનમાં રાખતા  ભાવ નક્કી કરવામાં આવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. તેમજ સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો કોઈ જ હેતુ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news