'પેલાં' 400 પાર જાય કે ના જાય પણ 50 પાર જવા ઉતાવળા બન્યા છે સુરજદાદા! ક્યારે જશે ગરમી?

Weather Forecast: સતત વધી રહેલો ગરમીનો પારો ઉભું કરી શકે છે જીવનું જોખમ! ધીરે 40 ડિગ્રીની આસપાસ શરીરને દઝાડતો તાપમાનનો પારો ધીરે ધીરે 50ને નજીક પહોંચી રહ્યો છે. મોત બોલાવી દેશે આ ગરમી...જાણો હજુ કેટલાં દિવસ રહેશે આવી ગરમી...

'પેલાં' 400 પાર જાય કે ના જાય પણ 50 પાર જવા ઉતાવળા બન્યા છે સુરજદાદા! ક્યારે જશે ગરમી?

Weather Update: દેશભરમાં સતત વધી રહ્યું છે તાપમાન. એક તરફ લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં છે ચૂનાવી ગરમી. બીજી તરફ આકાશથી અગન જ્વાળાઓ ફેંકી રહ્યાં છે સૂર્યનારાયણ. જે પ્રમાણે દેશના જુદા જુદા રાજ્યોમાં ગરમીનો પારો ઉપર ચઢી રહ્યો છે એ જોતા એવું લાગી રહ્યું છેકે, 'પેલાં' ભલે 400 પાર જાય કે ના જાય પણ આ સુરજદાદા 50 પાર કરવા ઉતાવળા બન્યા છે. 

ગરમીનો વધતો પારો છે ગંભીર સંકેતઃ
ગરમીનો સતત વધતો પારો એ એક ખુબ જ ગંભીર સંકેત છે. કારણકે, જેમ જેમ ગરમીના પારો ઉપર જઈ રહ્યો છે એ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. ભારે ગરમીને કારણે દેશભરમાં અલગ અલગ જગ્યાએ ખુબ ઉંમર લાયક હોય તેવા વડીલોના સ્વાસ્થ્ય લથડી રહ્યાં છે. ગભરામણ, ચક્કર આવવા, પડી જવું, ડીહાઈડ્રેશન થઈ જવુ, હીટ સ્ટોક, અને આવા કિસ્સાઓમાં ઘણીવાર માણસનો જીવ જવાના બનાવો પણ સામે આવી ચુક્યા છે. તેથી દરેકે આ ભારે ગરમીમાં સાચવવાની જરૂર છે. કામ વિના બહાર ના નીકળવાની પણ તંત્ર દ્વારા સલાહ આપવામાં આવે છે. 

ક્યા-ક્યા અપાઈ છે હીટ વેવની આગાહીઃ
આજે ભારે ગરમીના કારણે દિલ્હી-એનસીઆરમાં ગરમીનું 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું છે. જાણો ગરમીના મોજાથી બચવા તમારે હજુ કેટલા દિવસ જોવી પડશે રાહ? પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તાપમાન વધુ વધી શકે છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના ભાગોમાં હીટ વેવની સ્થિતિ શક્ય છે.

આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસઃ
આ સિઝનનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ શનિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં નોંધાયો હતો અને તાપમાનનો પારો 47.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. IMDએ કહ્યું કે દિલ્હી-NCRમાં આગામી 48 કલાક એટલે કે રવિવાર અને સોમવાર સુધી તીવ્ર ગરમીનું 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. શનિવારે મહત્તમ તાપમાન મુંગેશપુરમાં 46.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, ત્યારબાદ નજફગઢમાં 46.7 ડિગ્રી સેલ્સિયસ, પીતમપુરામાં 46.2 ડિગ્રી સેલ્સિયસ, પુસામાં 46 ડિગ્રી સેલ્સિયસ, આયાનગરમાં 45.2 ડિગ્રી સેલ્સિયસ અને પૌલમમાં 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ઉત્તર ભારતમાં શું થશે?
પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં તાપમાન વધુ વધી શકે છે. ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના ભાગોમાં હીટ વેવની સ્થિતિ શક્ય છે.

પારો સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ પહોંચ્યો હતો-
દિલ્હીના મુખ્ય હવામાન કેન્દ્ર સફદરજંગ ખાતે નોંધાયેલ મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ હતું, જે આ સિઝનના સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી વધુ છે અને આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી વધુ મહત્તમ તાપમાન છે. હવામાન વિભાગની ઓફિસે દિલ્હીના ઘણા ભાગોમાં 'હીટ વેવ'ની આગાહી કરી છે અને 'રેડ એલર્ટ' જારી કરી છે. હવામાન વિભાગે દિલ્હીમાં અંશતઃ વાદળછાયું આકાશ અને 25 થી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકવાની પણ આગાહી કરી છે.

સંભાળી લેજો હજુ સાત દિવસ-
IMD એ તેની સાત દિવસની આગાહીમાં ગરમીના મોજાનો ઉલ્લેખ કર્યો છે અને સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી ચોક્કસ લોકો માટે આત્યંતિક કાળજી લેવાની વિનંતી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે અતિશય ગરમી એ તમામ ઉંમરના લોકો, ખાસ કરીને શિશુઓ, વૃદ્ધો અને ક્રોનિક રોગોવાળા સંવેદનશીલ વ્યક્તિઓ માટે આરોગ્યની ચિંતાનો વિષય છે.

કાળઝાળ ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા શું કરવું?
ડિહાઇડ્રેશન ટાળવા માટે હવામાન વિભાગે પૂરતું પાણી પીવાનું અને ઓઆરએસ અથવા લસ્સી, તોરાની (ચોખાનું પાણી), લીંબુનું શરબત અને છાશ જેવા ઘરે બનાવેલા પીણાંનો ઉપયોગ કરવાનું પણ સૂચન કર્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જ્યારે મહત્તમ તાપમાન 4.5 ડિગ્રી અથવા સામાન્ય તાપમાન કરતાં વધુ હોય અને ઓછામાં ઓછું 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે હીટ વેવની સ્થિતિ સર્જાય છે. શનિવારે દિલ્હીમાં સાપેક્ષ ભેજ 70 ટકાથી 18 ટકાની વચ્ચે હતો. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 27.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં 0.6 ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે રવિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 44 અને 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી કરી છે.

Rain Alert: ક્યાં ક્યાં પડશે વરસાદ?
'સ્કાયમેટ વેધર' અનુસાર, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, લક્ષદ્વીપ, ઓડિશાના ભાગો અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા છે. દક્ષિણ છત્તીસગઢ, સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારત, ઉત્તર છત્તીસગઢ, દક્ષિણ કોંકણ અને ગોવા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં પશ્ચિમ હિમાલય, વિદર્ભ, મરાઠવાડા, દક્ષિણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news