દવાના પત્તા પર લાલ લાઈન જોવા મળે તો....સાવધાન થઈ જજો! ખાસ જાણો તેનો અર્થ 

દવા લેતી વખતે તમે નોટિસ કર્યું હશે કે કોઈ કોઈ પેક પર લાલ લીટી (Red Strip On Medicine) હોય છે. આ રેડ સ્ટ્રિપ તે દવા વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ આપે છે. આથી તમારે એ જાણવું જરૂરી છે. આ રેડ સ્ટ્રિપ ટેબલેટ અને કેપ્સ્યુલ બંને પર હોઈ શકે છે.

દવાના પત્તા પર લાલ લાઈન જોવા મળે તો....સાવધાન થઈ જજો! ખાસ જાણો તેનો અર્થ 

Medicine Red Strip Meaning: અનેકવાર એવું બનતું હોય છેકે આપણે ડોક્ટરને પૂછ્યા વગર જ કોઈ દવા લઈ લેતા હોઈએ છીએ. ક્યારેક તો તમને તેનાથી ખુબ આરામ મળે પરંતુ દર વખતે એવો આરામ મળે તે જરૂરી નથી. ડોક્ટરની ભલામણ વગર જ દવા લેવાથી ક્યારેક તબિયત વધુ ખરાબ થઈ શકે છે. આમ થવા પાછળ બે કારણ છે. પહેલું કારણ એ કે દવાની પસંદગી યોગ્ય રીતે ન થવાથી તેની સાઈડ ઈફેક્ટ થાય છે. બીજુ એ કે દવાની પસંદગી તો યોગ્ય છે પરંતુ દવા ક્યારે અને કેટલો ડોઝ લેવો તે ખબર હોતી નથી. આથી ક્યારેય ડોક્ટરની સલાહ વગર દવા ન લેવી તેમને પૂછીને જ લેવી જોઈએ. 

રેડ સ્ટ્રિપનો અર્થ જોખમનું નિશાન
દવા લેતી વખતે તમે નોટિસ કર્યું હશે કે કોઈ કોઈ પેક પર લાલ લીટી (Red Strip On Medicine) હોય છે. આ રેડ સ્ટ્રિપ તે દવા વિશે ઘણી મહત્વપૂર્ણ જાણકારીઓ આપે છે. આથી તમારે એ જાણવું જરૂરી છે. આ રેડ સ્ટ્રિપ ટેબલેટ અને કેપ્સ્યુલ બંને પર હોઈ શકે છે. જો કોઈ પણ ડોક્ટરની સલાહ વગર આ દવા ખાઈ લે તો તેને મોટી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. જેના કારણે જીવનું જોખમ પણ થઈ શકે છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે આપી હતી જાણકારી
વર્ષ 2016માં સ્વાસ્થ્ય મંત્રાલયે એક ટ્વીટ કરીને દવાના પત્તા પર આ રેડ સ્ટ્રિપ વિશે જાણકારી આપી હતી. 

— Ministry of Health (@MoHFW_INDIA) April 18, 2016

આ રેડ સ્ટ્રિપનો અર્થ દવાને ડોક્ટરની સલાહ વગર લેવી નહીં એવો થાય છે. આ લાલ પટ્ટી મોટાભાગે એન્ટીબાયોટિક્સ પર જોવા મળતી હોય છે. કોઈ દવા પર રેડ સ્ટ્રિપનો અર્થ એ  ચેતવણી છે કે ડોક્ટરની ભલામણ વગર આ દવા લેવાથી મોટી આડઅસર થઈ શકે છે. આજના સમયમાં અનેક લોકો દવાની એક્સપાયરી ડેટ  ચેક કરીને ખરીદે છે. જે રીતે કોઈ દવા માટે એક્સપાયરી ડેટ મહત્વપૂર્ણ હોય છે તે જ રીતે રેડ સ્ટ્રિપ પણ જરૂરી છે. આથી દવા લેતી વખતે એક્સપાયરી ડેટની સાથે રેડ સ્ટ્રિપ પણ ચેક કરી લેવી જોઈએ. 

આથી દવા પોતે જાતે લેવી જોઈએ નહીં અને ન તો દુકાનદાર (કેમિસ્ટ)ના સૂચન લેવા જોઈએ. એ ખુબ જરૂરી છે કે કોઈ પણ દવા ખાતા પહેલા ડોક્ટર કે હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ખાસ કરીને જ્યારે દવા પર લાલ પટ્ટી હોય તો ચોક્કસપણે સલાહ લઈને જ દવા લેવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news