ગુજરાતની ડાયરા ક્વીન રાજલ બારોટની સગાઈના PHOTOs, બારોટ બહેનોએ લૂંટી લીધી આખી મહેફિલ

Rajal Barot Engagement : લોકગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટે કરી લીધી સગાઈ, રિંગ સેરેમનીની તસવીરો સામે આવી, મણિરાજ બારોટની ચારેય દીકરીઓએ આખી મહેફિલ લૂંટી લીધી, જાણીતી ગાયિકા કિંજલ દવે પણ બની હતી મહેમાન 
 

1/8
image

ગુજરાતની વધુ એક સિંગરની સગાઈના ખબર આવ્યા છે. ગુજરાતની જાણીતા લોકગાયિકા રાજલ બારોટે સગાઈ કરી લીધી છે. ત્રણ બહેનોના લગ્ન કરાવીને રાજ બારોટે પિતાધર્મ નિભાવ્યો હતો. ત્યારે હવે રાજલ બારોટે પણ સગાઈ કરી લીધી છે. રાજલ બારોટની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.   

2/8
image

પરિવારની ત્રણ બહેનોના લગ્ન કરાવ્યા બાદ હવે રાજલ બારોટ પણ લગ્નના તાંતણે બંધાશે. ત્રણેય બહેનો માટે તેણે ભાઈ તરીકેની ફરજ બજાવી હતી. બે વર્ષ પહેલા બહેનાના લગ્નમાં કન્યાદાન કરીને રાજલ બારોટે અલગ ચીલો ચાતર્યો હતો. ત્યારે આ ગુજરાતી ગાયિકાના ચારેતરફ વખાણ વખાણ થઈ ગયા હતા. 

કોણ છે રાજલ બારોટ

3/8

ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે. રાજલ બારોટને ગાયિકીની પ્રથમ તક પિતાએ જ આપી હતી. 

પિતાના આર્શીવાદથી બની ડાયરા ક્વીન

4/8
image

પિતાના આર્શીવાદથી રાજલ બારોટ લોકડાયરાની પ્રખ્યાત ગાયક બની છે. જુલાઈ, 2006 માં તેણે પ્રથમ લોકગીત સ્ટેજ પર ગાયું હતું. આજે તે ગુજરાતની પ્રખ્યાત ડાયરા ક્વીન બની ગઈ છે. રાજલે માત્ર 13 વર્ષની ઉંમરે ગીત ગાવાનું શરૂ કર્યુ હતું. રાજલ બારોટે અત્યાર સુધી 70 કરતા વધુ આલ્બમમાં સિંગિંગ કર્યું છે.   

ત્રણેય બહેનોના લગ્ન રાજલ બારોટે કરાવ્યા હતા

5/8
image

પરિવારમાં દીકરો ન હોવાથી મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલ બારોટે જ કન્યાદાન કર્યુ હતું. તે સમયે પણ રાજલ બારોટના પ્રયાસની લોકોએ પ્રશંસા કરી હતી. ત્યારે હવે રાજલ બારોટે એકસાથે પોતાની બંને નાની બહેનોને પરણાવી હતી. ગાંધીનગરના એક ફાર્મહાઉસમાં લગ્ન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં અનેક દિગ્ગજ કલાકારો હાજર રહ્યા હતા. જીગ્નેશ કવિરાજ તેમજ માયાભાઈ આહિરની હાજરી પણ ખાસ બની હતી.   

ચારેય બહેનો વચ્ચેનો પ્રેમ અજોડ

6/8
image

મણિરાજ બારોટની ચારેય દીકરીઓ વચ્ચેનો પ્રેમ અજોડ છે. આ બહેનો રક્ષાબંધનનો પર્વ પણ ખાસ રીતે ઉજવે છે. તેઓ એકબીજાને રાખડી બાંધીને તહેવારને ખાસ બનાવે છે. આમ, પરિવારનો દીકરો બનીને એકબીજાને પડખે ઉભી રહે છે. 

7/8
image

8/8
image