100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધન-સંપત્તિ, વૈભવ ચાર ગણા વધશે

Viprit Rajyog By Guru: વૈદિક જ્યોતિષ મુજબ લગભગ 100 વર્ષ બાદ આ રીતે ગુરુ ગ્રહે વિપરીત રાજયોગ બનાવ્યો છે. જાણો કઈ રાશિઓને થશે મબલક  ફાયદો...

100 વર્ષ બાદ ગુરુએ બનાવ્યો આ દુર્લભ રાજયોગ, 2 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ધન-સંપત્તિ, વૈભવ ચાર ગણા વધશે

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો એક નિશ્ચિત સમયગાળા પર રાશિ પરિવર્તન કરીને શુભ અને અશુભ યોગ બનાવે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. અત્રે જણાવવાનું કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ 1 મેના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. જેનાથી વિપરીત રાજયોગ બની ગયો છે. આ રાજયોગનો પ્રભાવ તમામ રાશિઓના લોકો પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમને આ સમય દરમિયાન ધનલાભ અને કરિયર-કારોબારમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો આ 3 લકી રાશિઓ વિશે...

તુલા રાશિ
તમારા માટે વિપરીત રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણકે તમારી ગોચર કુંડળીમાં ગુરુ ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે. આ સાથે જ અષ્ટમ સ્થાનમાં સ્થિત છે. જ્યારે શનિદેવનો કેન્દ્રીય પ્રભાવ પણ પડી રહ્યો છે. આથી આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થશે આ સાથે જ તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે. આપવામાં જબરદસ્ત વધારો જોવા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. તમને કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે. 

ધનુ રાશિ
વિપરીત રાજયોગ બનવાથી ધનુ રાશિના જાતકોને શુભ ફળ મળી શકે છે. કારણકેતમારી રાશિથી ગુરુ પર કેન્દ્રીય પ્રભાવ પડે છે. આ સાથે જ કેતુની દ્રષ્ટિ પડી રહી છે. આથી આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થશે. શેર બજાર, સટ્ટા બજાર અને લોટરીથી લાભ થઈ શકે છે. તમારા પૈસા ક્યાંક ફસાયેલા હશે તો તે પણ મળી શકે છે. નોકરીયાતોની પદોન્નતિ થઈ શકે છે. કરેલા રોકાણથી તમને બમણો લાભ થશે. તમે વાહન કે કોઈ પ્રોપર્ટી ખરીદી શકો છો. 

કર્ક રાશિ
વિપરીત રાજયોગ તમારા માટે લાભકારી રહેશે. કારણ કે તમારી ગોચર કુંડળીમાં ગુરુ ગ્રહ પોતાા છઠ્ઠા એટલે કે 11માં ભાવમાં સ્થિત છે. આ સાથે જ સૂર્યની સાથે અસ્ત છે અને કેતુની દ્રષ્ટિ છે. આથી ગુરુ ગ્રહના પ્રભાવથી તમારી આવકમાં વધારો થશે. આ સાથે જ આવકના નવા સ્ત્રોત બનશે. નોકરીયાતોને આ સમયગાળામાં કોઈ મોટી સફળતા મળશે. તમને અનેક શાનદાર અવસરો મળી શકે છે. સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. જે લોકો સંતાન મેળવવા માટે ઈચ્છુક છે તેમને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news