હવે કેવી છે સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબીયત? જાણો તેમના જીવનની વિશેષ વાતો

તેમનો જન્મ ૨૨ એપ્રિલ, ૧૯૩૨ ના રોજ ઉત્તર ગુજરાતના મોટી ચંદુર ગામે થયો હતો.

તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું.

તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પદવી મેળવી હતી.

સ્વામી મુક્તાનંદજી 'પરમહંસ' હતા સંત સચ્ચિદાનંદ બાપુના ગુરુ છે. શ્રી નડેશ્વરી માતાજીને જગત સમક્ષ લાવવામાં પૂ.બાપુનો સિંહ ફાળો

તેમનો શ્રી ભક્તિ નિકેતન આશ્રમ ગુજરાતના દંતાલી ગામ ખાતે આવેલો છે.

1984માં તેમને નર્મદ સુવર્ણ ચંદ્રક અને 2022માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.

પદ્મભૂષણ સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડી...સુઈગામમાં અપાઈ રહી છે સારવાર

સુઇગામ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પ્રવચન આપી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી..

પોતાની સમાધિ નડાબેટ ખાતે આપવામાં આવે તે માટે બે દિવસ પહેલા તેમણે જગ્યા પણ કરી હતી નક્કી..

સંતશ્રી સચ્ચિદાનંદ બાપુની તબિયત લથડતાં ભાવિક ભક્તો ચિંતિત..