આ છે ભારતના 5 બેટર, જેનું T20 વર્લ્ડકપમાં રહ્યું છે બેસ્ટ પ્રદર્શન

વર્લ્ડ કપ

1 જૂન 2024થી વિશ્વકપ શરૂ થઈ રહ્યો છે. 2007 બાદ ભારતીય ટીમ ક્યારેય ટી20 વિશ્વકપ જીતી શકી નથી.

બેટર

ટી20 વિશ્વકપ દર 2 વર્ષે રમાઈ છે. આવો જોઈએ કયાં ભારતીયોએ ટી20 વિશ્વકપમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

વિરાટ કોહલી

કોહલીએ અત્યાર સુધી 27 વિશ્વકપ મેચમાં 1141 રન બનાવ્યા છે અને તેની સ્ટ્રાઇક રેટ 131.30ની રહી છે.

રોહિત શર્મા

રોહિત શર્માએ 39 મેચોમાં 34.39ની એવરેજથી 963 રન બનાવ્યા છે. ટી20 વિશ્વકપમાં તેની સ્ટ્રાઇક રેટ 127.88ની રહી અને બેસ્ટ સ્કોર 79* રન.

યુવરાજ સિંહ

યુવરાજે 31 મેચમાં 23.72ની એવરેજથી 593 રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 128.91ની રહી. તેનો બેસ્ટ સ્કોર 70* રન છે.

ધોની

ધોનીએ 33 મેચમાં 529 રન બનાવ્યા છે. તેની એવરેજ 35.26 અને સ્ટ્રાઇક રેટ 123.88ની રહી છે. તેનો બેસ્ટ સ્કોર 45 રહ્યો છે.

ગૌતમ ગંભીર

ગંભીરે ટી20 વિશ્વકપની 21 મેચમાં 524 રન બનાવ્યા છે. તેણે 118.01ની સ્ટ્રાઇક અને 26.20ની એવરેજથી આ રન બનાવ્યા છે.

ટી20 વિશ્વકપ

આ વર્ષે ટી20 વિશ્વકપ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ભારતીય ટીમની કમાન રોહિત શર્મા સંભાળશે.