Ebrahim Raisi: દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસીનું મોત, મૃત્યુ પહેલાનો Video પણ આવ્યો સામે

Iran President Ebrahim Raisi Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની શોધ કરી રહેલા બચાવ દળને દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. અકસ્માતમાં કોઈ પણ જીવિત હોય તેની સંભાવના નથી. 

Ebrahim Raisi: દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસીનું મોત, મૃત્યુ પહેલાનો Video પણ આવ્યો સામે

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીની શોધ કરી રહેલા બચાવ દળને દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે. અકસ્માતમાં કોઈ પણ જીવિત હોય તેની સંભાવના નથી. તુર્કીની સમાચાર એજન્સી અનાદોલુએ ઈરાની સરકારી ટીવીના હવાલે આ જાણકારી આપી છે. દુર્ઘટનાસ્થળની જે પહેલી તસવીર સામે આવી છે તેમાં હેલિકોપ્ટરની સ્થિતિ ઠીક લાગતી નથી. હેલિકોપ્ટરનું જે સ્થળે હાર્ડ લેન્ડિંગ થયુ છે તે પહાડી વિસ્તાર છે. ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર રવિવારે પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તે અઝરબૈજાનની સરહદે એક બંધનું ઉદ્ધાટન કરીને પાછા ફરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ રઈસી સાથે હેલિકોપ્ટરમાં તેમના સહયોગી વિદેશ મંત્રી હોસૈન અમીર અબ્દુલ્લાહિયાન પણ સવાર હતા. 

— IRNA News Agency (@IrnaEnglish) May 20, 2024

આ ઉપરાંત એપી સમાચાર રિપોર્ટ મુજબ પણ ઈરાનની સરકારી ટીવીનું કહેવું છે કે રાષ્ટ્રપતિન હેલિકોપ્ટર દુર્ઘટનામાં કોઈ પણ જીવતા હોવાની શક્યતા નથી. જો કે બચાવકર્મી હજુ પણ ઘટનાસ્થળે પહોંચી શક્યા નથી. 

આ અગાઉ રાષ્ટ્રપતિ રઈસીના હેલિકોપ્ટરની શોધમાં આખી રાત સર્ચ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરંતુ રેસ્ક્યુ ટીમ ભાળ મેળવવામાં નિષ્ફળ રહી. સોમવારે વહેલી સવારે તુર્કીના ડ્રોને દુર્ઘટનાવાળા સંભવિત વિસ્તારમાં એક બળતી વસ્તુ શોધી જેના વિશે અનુમાન લગાવાયં કે તે હેલિકોપ્ટરનો કાટમાળ હોઈ શકે છે. 

— Press TV 🔻 (@PressTV) May 20, 2024

ડ્રોન ફૂટેજ આવ્યાના થોડીવાર બાદ ઈરાનના રેડ ક્રિસેન્ટ સોસાયટીના પ્રમુખે ઈરાની સમાચાર એજન્સી ફાર્સ ન્યૂઝને ફોન પર જણાવ્યું કે રેસ્ક્યૂ ટીમને હેલિકોપ્ટર મળી ગયું છે અને તેઓ તેના તરફ આગળ વધી રહ્યા છે. રેડ ક્રિસેન્ટ પ્રમુખે કહ્યું કે હાલ અમે હેલિકોપ્ટરથી લગભગ બે કિલોમીટર દૂર છીએ. હેલિકોપ્ટર પાસે પહોંચીને વધુ માહિતી આપી શકાશે. 

ઘટનાસ્થળનો વીડિયો આવ્યો સામે
ફાર્સ ન્યૂઝે હેલિકોપ્ટર અકસ્માતવાળી જગ્યાનું એક ડ્રોન ફૂટેજ પણ બહાર પાડ્યું છે. જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટર તબાહ થઈ ગયું છે. વીડિયોમાં હેલિકોપ્ટરનો કાટમાળ એક પહાડી વિસ્તાર પર વિખરાયેલો જોવા મળે છે. રેસ્ક્યૂ ટીમો અકસ્માતવાળી જગ્યાએ પહોંચવાની કોશિશ કરી રહી છે. ઈરાની રેડ ક્રિસેન્ટ સોસાયટીના પ્રમુખે જણાવ્યું કે રાષ્ટ્રપતિના દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટરમાં સવાર મુસાફરોના જીવતા હોવાના કોઈ સંકેત નહતા. 

અકસ્માત પહેલાનો વીડિયો પણ સામે આવ્યો
આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ રઈસીનો હેલિકોપ્ટર અકસ્માત પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેઓ એક કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહ્યા છે. એસોસિએટેડ પ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલા આ વીડિયોમાં રહીસી પોતાના સહયોગીઓ સાથે હેલિકોપ્ટરમાં બેઠેલા જોઈ શકાય છે. રઈસી અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથે હાથ મીલાવતા અને વાતચીત કરતા પણ જોઈ શકાય છે. 

ઈરાનના તસ્નીમ સમાચાર રિપોર્ટ મુજબ રવિવારે ઉત્તર પશ્ચિમ ઈરાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા આ હેલિકોપ્ટરમાં નવ લોકો સવાર હતા. જેમાં ત્રણ અધિકારીઓ, એક ઈમામ, ઉડાન અને સુરક્ષા દળના સભ્યો સામેલ હતા. મીડિયા આઉટલેટ સેપાહે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં સવાર નવ લોકોમાં ઈરાની રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી, વિદેશમંત્રી હોસૈન અમીર, અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર માલેક રહેમતી, તબરીઝના શુક્રવારના પ્રાર્થના ઈમામ મોહમ્મદ અલી અલેહાશેમ સાથે એક પાઈલટ, સહ પાયલટ, ચાલક દળના પ્રમુખ, સુરક્ષા પ્રમુખ અને એક અન્ય અંગરક્ષક સામેલ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news