ના ઈશા, ના નીતા અંબાણી.... અંબાણી પરિવારમાં આ મહિલા પાસે છે રિલાયન્સના સૌથી વધુ શેર

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનીક વ્યક્તિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત કારોબાર વિસ્તારમાં ફોકસ કરી રહી છે. તો કંપનીમાં ન્યૂ જનરેશનને પણ જવાબદારીઓ આપવામાં આવી રહી છે. 

ના ઈશા, ના નીતા અંબાણી.... અંબાણી પરિવારમાં આ મહિલા પાસે છે રિલાયન્સના સૌથી વધુ શેર

નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કારોબાર વિસ્તાર પર ફોકસ કરી રહી છે. તો કંપનીમાં ન્યૂ જનરેશનને પણ જવાબદારીઓ આપવામાં આવી રહી છે. પાછલા વર્ષે શેરધારકોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણીને સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ ત્રણેય ભાઈ-બહેન પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બરાબર શેર છે. મહત્વની વાત છે કે આટલી ભાગીદારી કંપનીના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પાસે છે. અંબાણી પરિવારમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સૌથી વધુ શેર મુકેશ અંબાણીના માતા કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી પાસે છે. 

કોની પાસે કેટલા શેર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડિંગ પેટર્ન પ્રમાણે ડિસેમ્બર 2023 સુધી પ્રમોટર્સની પાસે કંપનીમાં 50.30 ટકા ભાગીદારી છે. તો પબ્લિક શેરહોલ્ડિંગ 49.70 ટકા છે. પ્રમોટર્સમાં અંબાણી પરિવારના 6 લોકોમાં મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી અને બાળકો ઈશા, આકાશ અને અનંત અંબાણી સામેલ છે. આ સિવાય મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણી પાસે પણ શેર છે. કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી પાસે કંપનીના 1,57,41,322 શેર કે 0.24 ટકા ભાગીદારી છે.તે કંપનીમાં સૌથી મોટા વ્યક્તિગત શેરધારક છે. આ સિવાય મુકેશ અંબાણીના ત્રણેય બાળકો એટલે કે ઈશા, આકાશ અને અનંત અંબાણી પાસે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક સમાન 80,52,021 શેર છે. આ ક્રમશઃ 0.12 ટકા ભાગીદારી બરાબર છે. 

શેરમાં ઘટાડો
શેર બજારમાં ઐતિહાસિક વધારા વચ્ચે ગુરૂવારે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સપ્તાહના ચોથા કારોબારી દિવસે આ શેર 1.60 ટકા ઘટી 2958.10 રૂપિયા પર બંધ થયો હતો. નોંધનીય છે કે કંપનીનું માર્કેટ કેપિટલ 20 લાખ કરોડ રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news