Gold-Silver Price Today: ઘટ્યા સોના-ચાંદીના ભાવ, અવસર હોય તો ખરીદી લેજો.. નહીંતર પસ્તાશો

ઇન્ડીયન બુલિયન માર્કેટમાં આજે 13 મે 2024ના રોજ સોનું અને ચાંદી સસ્તું થઈ ગયું છે. સસ્તું થયા બાદ સોનાની કિંમત 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. તો બીજી તરફ ચાંદીની કિંમત 83 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 72490 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 83265 રૂપિયા છે.

Gold-Silver Price Today:  ઘટ્યા સોના-ચાંદીના ભાવ, અવસર હોય તો ખરીદી લેજો.. નહીંતર પસ્તાશો

Sona-chandi Na bhav 13 May 2024: ઇન્ડીયન બુલિયન માર્કેટમાં આજે 13 મે 2024ના રોજ સોનું અને ચાંદી સસ્તું થઈ ગયું છે. સસ્તું થયા બાદ સોનાની કિંમત 72 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ છે. તો બીજી તરફ ચાંદીની કિંમત 83 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 72490 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા ચાંદીની કિંમત 83265 રૂપિયા છે.

ઇન્ડીયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન  (India Bullion And Jewellers Association) ના અનુસાર સોમવારે સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 73008 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું, જે આજે સવારે 72,490 રૂપિયા પર આવી ગયું છે. આ પ્રકારે શુદ્ધતાના આધારે સોના ચાંદી બંને સસ્તા થયા છે. 

આજે શું છે સોના-ચાંદીનો ભાવ
ઓફિશિયલ વેબસાઇટ ibjarates.com અનુસાર આજે સવારે 995 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાના ભાવ ઘટીને 72200 રૂપિયા પહોંચી ગયો છે. તો બીજી તરફ 916 (22 કેરેટ) શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 66410 રૂપિયા સુધી થઇ ગયો છે. આ ઉપરાંત 750 શુદ્ધતાવાળા (18 કેરેટ) સોનાનો ભાવ 54368 પર આવી ગયો છે. તો બીજી તરફ 585 શુદ્ધતાવાળા (14 કેરેટ) આજે સસ્તું થઇને  42407 રૂપિયામાં આવી ગયું છે. આ ઉપરાંત 999 વાળી કિલો ચાંદી આજે 83265 રૂપિયા થઇ ગઇ છે. 

  શુદ્ધતા શુક્રવાર સાંજનો ભાવ સોમવાર સવારનો ભાવ કેટલા બદલાયા ભાવ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 73008 72490 518 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 72716 72200 516 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 66875 66401 474 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 54756 54368 474 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 42710 42407 303 રૂપિયા સસ્તું
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 84215 83265 950 રૂપિયા સસ્તું

કેવી રીતે જાણો સોનાની શુદ્ધતા
ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા જાણવા માટે હોલ માર્ક આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના આભૂષણ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું હોય છે. મોટાભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, તો બીજી તરફ લોકો 18 કેરેટનો ઉપયોગ પણ કરે છે. કેરેટ 24 થી વધુ હોતા નથી, અને જેટલા વધુ કેરેટ હશે, સોનું એટલું જ શુદ્ધ કહેવાય છે. 

જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું શાનદાર હોય છે, તેના દાગીના બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.

હોલમાર્કનું રાખો ધ્યાન
સોનું ખરીદતી વખતે લોકોએ તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખવી જોઈએ. ગ્રાહકોએ હોલમાર્ક માર્ક જોયા પછી જ ખરીદી કરવી જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમો હેઠળ કામ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news