વેચાઈ ગયો Sushant Singh Rajput વાળો ફ્લેટ, બોલીવુડની આ જાણીતી અભિનેત્રીએ ખરીદી લીધો!

Sushant Singh Rajput House:જે ઘરમાં મોત પહેલાં સુધી સુશાંત સિંહ રાજપૂત રહેતા હતા તે ઘર છેલ્લા 3 વર્ષથી ખાલી હતું પરંતુ હવે સમાચાર છે કે બોલિવૂડની જાણીતી અભિનેત્રીએ તે ઘર ખરીદ્યું છે.

વેચાઈ ગયો Sushant Singh Rajput વાળો  ફ્લેટ, બોલીવુડની આ જાણીતી અભિનેત્રીએ ખરીદી લીધો!

Adah Sharma Bought Sushant Singh Rajput House:  અદા શર્મા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં છે પરંતુ તેને સૌથી વધુ પ્રસિદ્ધિ થોડા મહિના પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ધ કેરળ સ્ટોરીથી મળી હતી. હાલમાં બોલીવુડ અભિનેત્રી ફરી એકવાર ચર્ચામાં છે અને તેનું કારણ તેનું નવું ઘર છે. ફિલ્મ હિટ થતાંની સાથે જ અદા શર્માએ એક આલીશાન ઘર ખરીદ્યું છે અને આ એ જ ઘર છે જેમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો. વર્ષ 2020 માં સુશાંત આ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, ત્યારથી દરેક આ ઘર ખરીદવાનું અથવા રહેવાનું ટાળતા હતા, પરંતુ હવે સમાચાર છે કે અદાએ તેને ખરીદ્યું છે.

સુશાંત ભાડે રહેતો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘર સુશાંત સિંહ રાજપૂતે ખરીદ્યું ન હતું પરંતુ તેણે સી ફેસિંગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ભાડે લીધું હતું. 14 જૂન, 2020 ના રોજ, સુશાંત સિંહ રાજપૂત આ એપાર્ટમેન્ટના તેના બેડરૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે સુશાંતે આત્મહત્યા કરી છે, પરંતુ પછી આ મામલે જુદી જુદી થિયરીઓ સામે આવી. સુશાંત આ ઘર માટે દર મહિને 4.5 લાખ રૂપિયા ભાડા તરીકે આપતો હતો.

તેના મૃત્યુ બાદ લોકો આ ફ્લેટ લેતા બચી રહ્યા હતા પરંતુ બાદમાં કહેવાય છે કે તેની કિંમત વધી ગઈ હતી અને ઘણા લોકો તેને લેવામાં રસ દાખવતા હતા પરંતુ આખરે અદાએ તેને ખરીદી લીધો છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

અદા કમાન્ડો, 1920 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી
અદા શર્માએ વર્ષ 2008માં ફિલ્મ 1920થી ડેબ્યૂ કર્યું હતું. આ એક હોરર ફિલ્મ હતી જેમાં તેનું પાત્ર આજે પણ ખૂબ યાદ છે. અદાએ આ ફિલ્મમાં લોકોને ખૂબ ડરાવ્યા હતા. આ સિવાય અદા હંસી તો ફસી, કમાન્ડો 2, કમાન્ડો 3 જેવી હિન્દી ફિલ્મોમાં જોવા મળી હતી. આ સિવાય તે સાઉથમાં પણ ઘણું કામ કરી રહી છે. પરંતુ થોડા સમય પહેલા ધ કેરલા સ્ટોરી રિલીઝ થવાથી તેને ખરી ખ્યાતિ મળી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news