લો, થઈ ગયા રાખી સાવંતના લગ્ન! બીજા નામો ચર્ચામાં રહ્યાં અને આને પહેરાવી દીધી માળા!

Rakhi Sawant Marriage: અભિનેત્રી રાખી સાવંતના લગ્નની મિસ્ટ્રી આખરે સોલ્વ થઈ ગઈ છે. રાખીના પતિ આદિલ ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે.જેનાથી રાખીના મેરિટલ સ્ટેટસની સ્પષ્ટતા થઈ ગઈ છે.

લો, થઈ ગયા રાખી સાવંતના લગ્ન! બીજા નામો ચર્ચામાં રહ્યાં અને આને પહેરાવી દીધી માળા!

Aadil Khan Marriage With Rakhi Sawant: આખરે રાખી સાવંતના પતિ આદિલ ખાને તેના અને રાખીના લગ્નની વાત સ્વીકારી લીધી છે. ચોરી છૂપે લગ્ન અને તેની જાહેરાત બાદ થયેલા ડ્રામા વચ્ચે આદિલે સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર કરેલી આ પોસ્ટમાં રાખી સાવંતને ટેગ કરીને આદિલ ખાને લખ્યું છે કે, 'અંતે હું આ જાહેરાત કરી રહ્યો છું. મે એવું ક્યારેય નહોતું કહ્યું કે મારા રાખી સાથે લગ્ન નથી થયા. મારે કેટલીક વસ્તુઓ સંભાળવાની હોવાથી હું ચૂપ હતો. રાખી આપણે લગ્ન જીવનની શુભકામનાઓ.

 

આદિલની આ પોસ્ટ સાથે રાખી સાવંતના લગ્નના ડ્રામાનો અંત આવ્યો છે. આદિલે પોસ્ટ કરીને લગ્નની વાત જાહેર કરાત સેલેબ્સ બંનેને શુભકામનાઓ આપી રહ્યા છે. થોડા દિવસ પહેલા રાખી સાવંતે તસવીરો અને વીડિયોઝ શેર કરીને તેના લગ્નની જાહેરાત કરી હતી. જો કે, કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે આદિલે રાખી સાથેના લગ્નને માનવો ઈન્કાર કરી દીધો. એવામાં રાખી મીડિયા સામે રડતી પણ નજર આવી હતી અને આદિલ પર દગો દેવાનો આરોપ લગાવ્યો હતો. જો કે હાલમાં જ રાખીએ બેડરૂમ વીડિયો શેર કર્યો હતો. જેનાથી ફેન્સ ચોંકી ગયા હતા.

 

 

રાખી માટે લગ્નનો ડ્રામા કોઈ નવી વાત નથી. સૌથી પહેલા રાખી સાવંતે તેનો સ્વયંવર કરાવ્યો હતો. જેમાંથી ઈલેશ નામના યુવાનની લગ્ન માટે પસંદગી કરી હતી. પરંતુ તેની સાથે લગ્ન નહોતા કર્યા. જે બાદ રાખીએ રિતેશ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન જીવન ન ચાલ્યું અને રાખીએ રડી રડીને મીડિયા સામે તેના તૂટેલા લગ્નની હકીકત જણાવી હતી. હાલ રાખી આદિલ સાથે છે અને ગળાડૂબ પ્રેમમાં હોવાનો દાવો પણ કરી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news