અભિનેત્રી યામી ગૌતમ બની માતા, અખાત્રીજે જન્મેલા પુત્રનું સંસ્કૃતમાં રાખ્યું ખાસમખાસ નામ

Yami Gautam: બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય ધરના ઘરે કિલકારીઓ ગૂંજી ઉઠી છે. યામી ગૌતમે નાનકડાં રાજકુમારને જન્મ આપ્યો છે. યામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આ શુભ સમાચાર આપ્યા છે.

અભિનેત્રી યામી ગૌતમ બની માતા, અખાત્રીજે જન્મેલા પુત્રનું સંસ્કૃતમાં રાખ્યું ખાસમખાસ નામ

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય ધરના ઘરે કિલકારીઓ ગૂંજી ઉઠી છે. યામી ગૌતમે નાનકડાં રાજકુમારને જન્મ આપ્યો છે. યામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આ શુભ સમાચાર આપ્યા છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેમના ઘરે અખાત્રીજના દિવસે ખુશીઓ આવી છે. આ સાથે જ યામીએ પોતાના પુત્રનું ક્યૂટ અને યુનિક નામ પણ રિવિલ કર્યું છે. યામી પર આ ખબર સામે આવતા જ શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે. 

પુત્રનું યુનિક નામ
બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ તથા ફિલ્મ મેકર આદિત્ય ધરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને પુત્રનું નામ પણ જણાવ્યું છે. યામી અને આદિત્યએ પોતાના પુત્રનું નામ વેદવિદ (Vedavid) રાખ્યું છે. અત્રે જણાવવાનું કે વેદવિદ નામનો અર્થ ખુબ જ ખાસ છે. વેદવિદ એને કહેવાય જે વેદોના જાણકાર હોય. આ ઉપરાંત ભગવાન વિષ્ણુનું પણ એક નામ વેદવિદ છે. 

યામી અને આદિત્યએ પોસ્ટની સાથે કેપ્શનમાં લખ્યું કે અમે સૂર્યા હોસ્પિટલના અદભૂત ડોક્ટર્સ, ખાસ કરીને ડોક્ટર ભૂપેન્દ્ર અવસ્થી અને ડો. રંજના ધનુ પ્રત્યે અમારો હાર્દિક આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. જેમની વિશેષજ્ઞતા અને અથાગ કોશિશોએ આ  ખુશીના અવસરને શક્ય બનાવ્યો. આ સાથે જ આગળ લખ્યું કે જેમ કે અમે માતા પિતા બનવાની આ સુંદર યાત્રા પર નિકળી પડ્યા છીએ, અમે ઉત્સુકતાથી અમારા પુત્રના ઉજ્વળ ભવિષ્યની આશા કરીએ છીએ. તેને મેળવીને અમે ધન્ય છીએ. અમે આશા અને વિશ્વાસથી ભરેલા છીએ કે તે અમારા પૂરા પરિવાર અને સાથે સાથે આપણા વ્હાલા દેશ માટે ગૌરવનું પ્રતિક બનશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news