ગુજરાત કોંગ્રેસને સૌથી મોટી હાશ! નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, આવતીકાલે સુનાવણી

Loksabha Election 2024: નિલેશ કુંભાણીના વકીલે કોંગ્રેસને એક દિવસનો સમય આપ્યો હોવાનો દાવો કર્યો છે. વકીલે કહ્યું કે અમારી રજૂઆત સાંભળીને પછી અધિકારી નિર્ણય કરશે. આ સાથે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો વકીલે દાવો કર્યો છે.

ગુજરાત કોંગ્રેસને સૌથી મોટી હાશ! નિલેશ કુંભાણીનું ફોર્મ નથી થયું રદ, આવતીકાલે સુનાવણી

Loksabha Election 2024: 19 એપ્રિલ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેના બાદ આજે (20 એપ્રિલ) ફોર્મ ચેકિંગ કામગીરી કરવામા આવી રહી છે. ત્યારે સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાનો ખતરો ઉભો થયો છે. નિલેશ કુંભાણીના ફોર્મ સાથે જોડાયેલા 3 ટેકેદારે પોતાની સાઇન ન હોવાની એફિડેવિટ કરતા ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ હાલ કોંગ્રેસને હાશકારો થાય એવા સમાચાર મળી રહ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું નથી. આ સંદર્ભે હવે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. 

આવતી કાલે સવારે 11 વાગ્યે વિવાદિત ફોર્મ મુદ્દે સુનાવણી
નિલેશ કુંભાણીના વકીલે કોંગ્રેસને એક દિવસનો સમય આપ્યો હોવાનો દાવો કર્યો છે. વકીલે કહ્યું કે અમારી રજૂઆત સાંભળીને પછી અધિકારી નિર્ણય કરશે. આ સાથે જ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ ન થયું હોવાનો વકીલે દાવો કર્યો છે. ચૂંટણી અધિકારીએ નોટિસ આપતાં કોંગ્રેસે સમય માગ્યો છે. આવતી કાલે સવારે 11 વાગ્યે વિવાદિત ફોર્મ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે. રવિવાર સવારે 11 વાગ્યે કોંગ્રેસની રજૂઆત અધિકારી સાંભળશે. સુનાવણીમાં ટેકેદારો સાથે આવવા ચૂંટણી અધિકારીએ આદેશ આપ્યો છે.

નિલેશ કુંભાણીના બનેવી અને ભાગીદાર ટેકેદાર હતા
ગુજરાત કોંગ્રેસના 3 ટેકેદારોએ કહ્યું કે ફોર્મમાં અમારી સહી નથી, આ નિવેદન બાદ નિલેશ કુંભાણીના ફોર્મ પર વિવાદ થયો હતો. ત્યારે આ સમગ્ર વિવાદ મુદ્દે કોંગ્રેસ ઉમેદવારના ટેકેદારો ફરી ગયા કે શું તે એક મોટો સવાલ ઉભો થયો છે. નિલેશ કુંભાણીના બનેવી અને ભાગીદાર ટેકેદાર હતા. પોતાના જ લોકોએ દગો આપ્યો કે કેમ તે એક મોટો સવાલ ઉભો થયો છે. 

કોંગ્રેસના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું: ઈટાલિયા
ઈટાલિયાએ આ મુદ્દે જણાવ્યું કે નિલેશ કુંભાણીના ટેકેદારોના ફોન સ્વિચ ઑફ છે. અમારા ઉમેદવારના ટેકેદારો ગાયબ થઈ ગયા છે. ટેકેદારોને ક્યાં લઈ જવાયા છે તેની જાણકારી નથી. કોંગ્રેસના ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ધાક-ધમકીથી ટેકેદારોનું અપહરણ કરવામાં આવ્યું છે. ટેકેદારોને ધાક-ધમકી આપીને સોગંદનામું કરાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ટેકેદારોએ સહી નથી કરી?
કોંગ્રેસે સુરત લોકસભા બેઠક પર નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. પરંતુ આજે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાણીનો ઉમેદવાર પત્ર રદ્દ થાય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે. વાત એવી છે કે, કોંગ્રેસના ઉમેદવારે તેમની ઉમેદવારી પત્રમાં દર્શાવેલી ટેકેદારોની સહી ટેકેદારોએ ન કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ટેકેદારોએ કહ્યું કે અમારી ખોટી સહી કરી છે. વધુમાં કહ્યું કે, ઉમેદવારી પત્રમાં નિલેશ કુંભાણીએ દર્શાવેલી સહી અમારી નથી. 

ડમી ઉમેદવારની સહી ખોટી
સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઇ વાંધો નોંધાવાયો હતો. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવાયો હતો. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારની સહી યોગ્ય નહિ હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. આ અંગે સુરત ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરવામાં આવી છે. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ કરાઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત છે. ત્યારે હવે 4 વાગ્યે રિટર્નિગં ઓફિસર દ્વારા તમામ ફોર્મ પર ફાઈનલ સ્ક્રુટીની થશે.  

ભાજપના ઉમેદવારે ઉઠાવ્યો હતો વાંધો
સુરતથી કોંગ્રેસના ઉમેદવારના નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધો ભાજપ દ્વારા ઉઠાવાયો હતો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરાયો હતો. જે અંગે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ચાલુ હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news