પોલીસ બેડામાં શોકનો માહોલ! એવું તે શું બન્યું કે વાપીમાં વધુ એક પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી?

વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરીયા વાપી જીઆઇડીસી પોલીસે ક્વોટરમાં રહેતા હતા. જોકે કોઈ અગમ્ય કારણોસર તેઓએ પોતાના ક્વોટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 

પોલીસ બેડામાં શોકનો માહોલ! એવું તે શું બન્યું કે વાપીમાં વધુ એક પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી?

નિલેશ જોશી/વાપી: વાપી જીઆઇડીસી પોલીસ ક્વાર્ટરમાં એક પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરીયા વાપી જીઆઇડીસી પોલીસે ક્વોટરમાં રહેતા હતા. જોકે કોઈ અગમ્ય કારણોસર તેઓએ પોતાના ક્વોટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. 

બનાવની જાણ થતા જ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચી હતી. મૃતક પોલીસ કોન્સ્ટેબલ મનીષ મહેરિયાના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજુ સુધી આ પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. 

આથી પોલીસે જિલ્લાના પોલીસ અધિકારીઓએ આ મામલાને ગંભીરતાથી લઈ મૃતક પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું અને મોતનું સાચું કારણ જાણવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે અત્યારે તો એક પોલીસકર્મીના આપઘાતને કારણે વલસાડ જિલ્લા પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news