Turmeric water: શિયાળામાં આ સમયે રોજ પીવું હળદરનું પાણી, બીમારીઓ નહીં ફરકે તમારી આસપાસ પણ

Turmeric water : હળદરનું પાણી તમને નાની મોટી સમસ્યાઓથી તો બચાવશે જ તેની સાથે શિયાળામાં થતા કફ અને ઉધરસ થી પણ મુક્તિ અપાવશે. જો તમે રોજ હળદરના પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારી ઈમ્યુનિટી બુસ્ટ થશે અને શરીરને અંદરથી ગરમી મળશે કારણકે હળદરની તાસીર ગરમ હોય છે.

Turmeric water: શિયાળામાં આ સમયે રોજ પીવું હળદરનું પાણી, બીમારીઓ નહીં ફરકે તમારી આસપાસ પણ

Turmeric water : શિયાળાની ઋતુ શરૂ થાય એટલે કેટલાક લોકો વારંવાર બીમાર પડવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. જો શિયાળામાં તમારે તમારી ઇમ્યુનિટી મજબૂત રાખવી હોય તો તમે હળદરના પાણીનું સેવન કરી શકો છો. હળદરનું પાણી તમને નાની મોટી સમસ્યાઓથી તો બચાવશે જ તેની સાથે શિયાળામાં થતા કફ અને ઉધરસ થી પણ મુક્તિ અપાવશે. જો તમે રોજ હળદરના પાણીનું સેવન કરો છો તો તેનાથી તમારી ઈમ્યુનિટી બુસ્ટ થશે અને શરીરને અંદરથી ગરમી મળશે કારણકે હળદરની તાસીર ગરમ હોય છે. તો ચાલો તમને જણાવીએ કે શિયાળામાં હળદરનું પાણી પીવાથી કેટલા ફાયદા થાય છે.

શરદી-ઉધરસ મટે છે

ઘણા લોકોને શિયાળા દરમિયાન શરદી ઉધરસ વધારે પ્રમાણમાં રહેતા હોય છે. તેવામાં હળદરનું પાણી પીવાથી તમને આ સમસ્યાથી રાહત મળી જશે. હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે જે શરદી ઉધરસને મટાડે છે અને સાથે જ છાતીમાં જામેલા કફને પણ દૂર કરે છે તેનાથી શરીરને અંદરથી ગરમી મળે છે.

પાચનતંત્ર રહેશે સારું

હળદરમાં ફાઇબર હોય છે જે પાચન સંબંધિત સમસ્યાને દૂર કરે છે. શિયાળામાં ઘણી વખત કબજિયાત અને અપચો પણ થઈ જાય છે આવી સ્થિતિમાં રોજ હળદરનું પાણી પીવાથી તમને પેટ સંબંધિત સમસ્યાથી છુટકારો મળશે.

ઇમ્યુનિટી થશે સ્ટ્રોંગ

હળદરમાં એવા તત્વ હોય છે જે ઇમ્યુનિટી વધારે છે અને મોસમી બીમારીઓથી શરીરનું રક્ષણ કરે છે. જો તમને શરદી, ઉધરસ અને તાવ વારંવાર આવતા હોય તો રોજ સવારે હળદરનું પાણી પીવાનું રાખો.

વજન ઘટે છે

શિયાળામાં વજન ઘટાડવું પણ મુશ્કેલ કામ થઈ જાય છે. જો તમે શિયાળામાં હળદરનું પાણી પીવો છો તો વજન સરળતાથી ઘટાડી શકો છો કારણ કે તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news