Dilip Joshi: પ્લે, શો બંધ થઈ જતા બની ગયા બેરોજગાર, આ રીતે ચમકી ગયું જેઠાલાલનું ભાગ્ય

Dilip Joshi Struggle: તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક રસપ્રદ પાત્રોમાં એક જેઠાલાલ પણ છે, જે છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. પરંતુ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા પહેલા તેમના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા. 
 

દિલીપ જોશીએ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 3 દાયકા

1/5
image

આમ તો દિલીપ જોશીને ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દાયકા થઈ ગયા છે પરંતુ તેમને સાચી ઓળખ 2008માં તારક મેહતા શરૂ થયા બાદ મળી છે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોએ તેમનું ભાગ્ય બદલી નાખ્યું. 

 

 

હમ આપકે હૈં કોનમાં જોવા મળ્યા હતા

2/5
image

હમ આપકે હૈં કોન મેં દિલીપ જોશીએ માધુરી દીક્ષિતના દૂરના ભાઈનો રોલ પ્લે કર્યો હતો. તે સમયે આ ફિલ્મ સુપરહિટ થઈ તો તેમને લાગ્યું હતું કે હવે તેમનું કરિયર ઝડપથી આગળ વધવા લાગશે. 

 

 

ફિલ્મ હિટ થઈ અને ન ચાલ્યું કરિયર

3/5
image

આ ફિલ્મ બાદ પણ દિલીપ જોશીને કામ ન મળ્યું. પરંતુ કેટલાક શો મળ્યા અને તેમનું કામ ચાલતું રહ્યું. 2007માં તેમણે જીવનનો ખરાબ સમય જોયો. તે સમયે તેમના પ્લે અને શો બંધ થઈ ગયા હતા. 

 

 

2007 માં થઈ ગયા હતા બેરોજગાર

4/5
image

એટલે કે રાતો રાત દિલીપ જોશી બેરોજગાર થઈ ગયા. સમય એવો આવ્યો કે પરિવારનો ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ ગયો હતો. તો કામ શોધી રહ્યાં હતા ત્યારે કોમેડી સર્કસ જેવા શોની ઓફર મળી જેમાં સારા પૈસા પણ મળતા હતા. પરંતુ તેમણે આ ઓફરને ઠુકરાવી દીધી કારણ કે તેમને લાગ્યું કે આ તેમની ઈમેજ પ્રમાણે બરોબર નથી. 

 

 

તારક મેહતાથી ખુલી ગયું ભાગ્ય

5/5
image

તે પરેશાન હતા અને એક્ટિંગ સિવાય બીજુ કંઈ કરવાનું વિચારી શકતા નહોતા. ત્યારે ભાગ્યનો સાથ મળ્યો અને તારક મેહતા કા ઉલ્ટા શોમાં કામ કરવાની ઓફર મળી. પછી શું હતું દિલીપ જોશીએ આ તક ઝડપી લીધી.