Eid 2024: શું તમે પણ ઈદ પર મીસ કરી રહ્યાં છે સલમાનની ફિલ્મ? અપનાવો આ જુગાડ

Salman Khan Movies: આ ઈદ પર સલમાન ખાનની કોઈ ફિલ્મ સિનેમાઘરોમાં નથી આવી રહી. તેને કારણે ચાહકો થોડા નારાજ જરૂર છે. કારણકે, દર વખતે ઈદ પર રિલીઝ થતી હોય છે સલમાનની ફિલ્મ. જો તમે પણ આ ઈદ પર સલમાન ખાનની ફિલ્મોને મિસ કરી રહ્યાં છો, તો અમે તમારા માટે 'ભાઈજાન'ની 6 બ્લોકબસ્ટર ફિલ્મોનું લિસ્ટ લાવ્યા છીએ, જેને જોઈને તમે તહેવારના દિવસે ઘરે બેઠા ફેમીલી સાથે મજા માણી શકો છો.

બજરંગી ભાઈજાન

1/6
image

સલમાન ખાન, કરીના કપૂરની ફિલ્મ બજરંગી ભાઈજાન 2015માં ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. મનોરંજનના અહેવાલો અનુસાર, સલમાન ખાનની બજરંગી ભાઈજાને વિશ્વભરમાં 922 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.  

એક થા ટાઈગરઃ

2/6
image

વાયઆરએફ સ્પાય યુનિવર્સ ફિલ્મ એક થા ટાઈગર 2012માં ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કૈફ લીડ રોલમાં હતી. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મે વૈશ્વિક સ્તરે 320 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

દબંગ

3/6
image

ચુલબુલ પાંડે તરીકે દર્શકોના દિલમાં સ્થાન મેળવનાર સલમાન ખાનની આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર સાબિત થઈ. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિન્હા પણ લીડ રોલમાં હતી.

સુલતાન

4/6
image

અનુષ્કા શર્મા રોમેન્ટિક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સુલતાનમાં સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર લગભગ 627 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

ભારત

5/6
image

અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરીના કેપે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થઈ રહી છે.

વોન્ટેડ

6/6
image

સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડએ પણ બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ ફિલ્મમાં સલમાન ખાન સાથે આયેશા ટાકિયાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Zee 5 પર જોઈ શકાશે.