600 વર્ષ બાદ બન્યો આ સંયોગ! 2 છાયા ગ્રહોની યુતિથી આ 5 રાશિવાળા પર છપ્પરફાડ ધન વરસશે, માન-મોભો વધશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ 600 વર્ષ બાદ રાહુ અને કેતુની ખાસમખાસ કૃપા 5 રાશિના લોકો પર થવાની છે. આ રાશિવાળાના સઘળા દુખ દર્દ દૂર થશે. ધનસંપત્તિ વધશે અને માન-મોભો પણ આકાશે આંબશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે....

ખાસ કૃપા 12માંથી 5 રાશિવાળા પર

1/8
image

Rahu Ketu Gochar 2024: જ્યોતિષ શાસ્ત્ર મુજબ જલદી કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થવાના છે. કારણ કે પાપી ગ્રહ ગણાતા રાહુ અને કેતુ 600 વર્ષ બાદ કેટલીક રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે. રાહુ અને કેતુ છાયા ગ્રહ પણ ગણાય છે. એવી માન્યતા છે કે જે લોકો પર તેમનો પ્રકોપ આવે છે તેમણે અનેક પ્રકારની સમસ્યાઓ અને દુખોનો સામનો કરવો પડે છે. ખરાબ પ્રભાવથી બચી શકાતું નથી. જો કે આ વખતે રાહુ અને કેતુ બંનેની ખાસ કૃપા 12માંથી 5 રાશિવાળા પર થવાની છે. 

ખાસ સંયોગ

2/8
image

જ્યોતિષ મુજબ પૂરા 600 વર્ષ બાદ એવો ખાસ સંયોગ બન્યો છે કે 5 રાશિવાળા પર રાહુ અને કેતુ પ્રસન્ન છે. માર્ચમાં આ 5 રાશિવાળાના સઘળા દુખ દર્દ દૂર થશે. બંને ગ્રહો આ રાશિવાળા પર કૃપા વરસાવવા માટે તૈયાર છે. જાણો કયા કયા ગ્રહો પર આ કૃપા વરસી શકે છે. 

મેષ રાશિ

3/8
image

મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખુબ સારો રહેશે. તમામ પ્રકારના અટકેલા કામ પૂરા થશે. રાહુ અને કેતુની કૃપાથી સમાજમાં માન સન્માન, ધનવૃદ્ધિ વધશે અને કામોમાં અડચણો દૂર થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. 

સિંહ રાશિ

4/8
image

સિંહ રાશિના જાતકો માટે પણ આવનારો સમય ખુબ સારો રહેશે. અનેક પ્રકારના કાર્યોમાં તમને પ્રગતિ થઈ શકે છે. બસ તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવાનો રહેશે. નહીં તો કાર્યોમાં અડચણો આવી શકે છે. પરસ્પર મનમોટાવ થઈ શકે છે. તમે જે કાર્યો કરવાનું વિચારશો તેમાં તમને જરૂર સફળતા મળશે. સમાજમાં માનમોભો વધશે. પરિવારના લોકો સાથે ખુશનુમા માહોલમાં રહેશો.   

તુલા રાશિ

5/8
image

રાહુ અને કેતુની ખાસ કૃપા તુલા રાશિવાળા ઉપર પણ થવાની છે. આ રાશિના લોકો માટે આવનારો સમય ખાસ રહેશે. ધનલાભ થશે. વેપારમાં પ્રગતિ થશે. પરિવાર સાથે સારો સમય વિતશે. અટકેલા કાર્યો પાર પડશે. જે કામ કરવાનું વિચારશો તે જરૂર પૂરું થશે. 

વૃશ્ચિક રાશિ

6/8
image

વૃશ્ચિક રાશિના જાતકો માટે આગામી દિસ ખુબ ખુશીઓ લઈને આવી શકે છે. રાહુ અને કેતુની આ રાશિના લોકો પર ખાસ કૃપા રહેશે. જીવનમાં દરેક સમસ્યાથી છૂટકારો મળશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. દરેક કાર્યમાં પાર્ટનરનો સાથ મળશે. લવ લાઈફ સારી રહેશે. કામકાજમાં પ્રગતિ થશે. ધનમાં વધારો થશે. જેનાથી તમને આર્થિક ફાયદો પણ થશે.

કુંભ રાશિ

7/8
image

કુંભ રાશિના લોકો ઉપર પણ રાહુ અને કેતુ મહેરબાન રહેશે. આ રાશિના લોકોને અનેક પ્રકારે સફળતા મળશે. નોકરીયાતોને પ્રમોશનના ચાન્સ છે. પૈસામાં બંપર વધારો અને સમાજમાં માન સન્માન પણ વધશે. જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓથી છૂટકારો મળશે. જે તમારા માટે ફાયદો કરાવશે. 

8/8
image