ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ

રાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે મે મહિનાની શરૂઆતમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી થઈ છે. તેમણે કહ્યું કે 10થી 14 મે વચ્ચે ભારે આંધી વંટોળ રહેવાની શક્યતા છે. ત્યારબાદ 20 મેથી ફરી ગરમી વધશે. 

એક તરફ ભારે ગરમી

1/5
image

રાજ્યમાં સતત ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 43.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. મંગળવાર અમદાવાદમાં સીઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. અમદાવાદમાં 48 કલાકમાં 4 ડિગ્રી તાપમાન વધ્યુ હતું. હીટવેવના કારણે અમદાવાદના લોકો રીતસરના અકળાય હતા. તો મંગળવારે રાજ્યના 8 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. તો 43.5 ડિગ્રી સાથે ભૂજ સૌથી ગરમ શહેર રહ્યું હતું. સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.   

મંગળવારે આ જગ્યાએ આવ્યો હતો વરસાદ

2/5
image

મંગળવારે ગુજરાતના વાતાવરણમાં મોટા પલટા આવ્યા હતા. રાજકોટના વિંછીયાના વિવિધ વિસ્તારમાં ભારે પવન અને કરા સાથેનો વરસાદ આવ્યો હતો. વીંછીયા, થોરિયાળી, પીપરડી સનાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ ત્રાક્યો હતો. અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. તો અમરેલીમાં ઢળતી સાંજે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સમયે આકાશમાં અચાનક વાદળો ઘેરાયા હતા. જેથી અમરેલી શહેર સહીત કેટલાક વિસ્તારમા કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. જોકે વરસાદ છતાં અમરેલી જિલ્લામાં ગરમીથી કોઈ રાહત નથી. 

ઉત્તર ગુજરાતમાં વરસાદ

3/5
image

સાબરકાંઠાના ઈડરના કડિયાદરા ભુતિયા, ભજપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો હતો. તો અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય પંથકમાં કાળઝાળ ગરમીમાં માવઠું પડ્યુ હતું. ટીંટોઇ સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ગરમીની આગાહી વચ્ચે વરસાદની પધરામણી થઈ હતી. 

આંધી સાથે વરસાદ આવશે - અંબાલાલની આગાહી

4/5
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. 10થી 14 મે વચ્ચે હવામાનમાં પલટા બાદ ફરી 20 મે બાદ ગરમીમાં વધારો થશે. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે. આમ રાજ્યમાં આવનારા 20 દિવસોમાં ભારે ગરમી અને કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. જોકે, 7 જૂનથી સાગરમા પવનો બદલાતા ફરી વરસાદ આવશે. 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. જેઠ વદમાં શ્રવણ પંચકમાં વરસાદ થાય તો સારો વરસાદ થવાની શક્યતા છે. આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે. 

નવી આગાહી

5/5
image

ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી ટેન્શન કરાવે તેવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, ચુંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. આજના દિવસ માટે અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. આજથી ગુજરાતમાં પાંચ દિવસમાં સૂકું વાતાવરણ રહેશે. આકાશમાંથી વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરત આજે હીટવેવની આગાહી છે. દીવ, ભાવનગર, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. હાલ ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.