Vaishali Thakkar Suicide: એક જેવી શરૂઆત અને એક જેવો અંત, જાણો સુશાંત સિંહ રાજપૂત અને વૈશાલી ઠક્કર વચ્ચેનું કનેક્શન

Vaishali Thakkar Sushant Singh Rajput: યહ રિશ્તા ક્યા કહલાતા હૈ સીરિયલની અભિનેત્રી વૈશાલી ઠક્કર, જેણે આજે આત્મહત્યા કરી પોતાનો જીવ આપી દીધો, ઘણી રીતે સુશાંત સિંહ રાજપૂત જેવું છે. બંને વચ્ચે ખુબ સ્ટ્રોંગ્સ કનેક્શન છે. આવો આ વિશે જાણીએ...

1/5
image

તમે જાણીને ચોંકી જશો પરંતુ સસુરાલ સિમર કા અને યહ રિશ્તા ક્યા કહલાતા હૈ જેવી ટોપ સીરિયલ્સમાં કામ કરી ચુકેલી અભિનેત્રી વૈશાલી ઠક્કર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મિત્ર હતી. 

2/5
image

વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં પોતાના ઘર પર આપઘાત કરી લીધો. વિચારવા જેવી વાત છે કે તેના મિત્ર સુશાંત સિંહ રાજપૂતે પણ આ રીતે આપઘાત કરી પોતાનો જીવ આપી દીધો હતો. 

3/5
image

નોંધનીય છે કે શરૂઆતી તપાસ પ્રમાણે વૈશાલીએ પ્રેમના ચક્કરમાં આપઘાત કર્યો છે અને ફોટોમાં જે વ્યક્તિ છે, તેની સાથે વૈશાલીએ 2021માં સગાઈ કરી હતી. નોંધનીય છે કે કોવિડના સમયમાં લગ્ન થવાના હતા પરંતુ તે સમયે વૈશાલીએ પોસ્ટપોન કરી દીધા હતા. ત્યારબાદ આ વિશે કોઈ માહિતી સામે આવી નહીં. 

4/5
image

પોતાના એક જૂના ઈન્ટરવ્યૂમાં વૈશાલીએ સુશાાંતના મોતને હત્યા ગણાવી હતી અને જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને રિયા ગુનેહાર લાગે છે તો તેણે કહ્યું હતું કે તેની પાછળ કોઈ એક વ્યક્તિ નથી અને રિયાને જરૂર બચાવવામાં આવી રહી છે. 

5/5
image

સુશાંત અને વૈશાલી, જે મિત્રો હતા, બંને નાના શહેરથી આવ્યા હતા. બંનેએ પોતાનું કરિયર ટીવીથી શરૂ કર્યું અને દુર્ભાગ્યવશ બંનેનો અંત એક જેવો હતો.