મૂછ નો દોરો ફૂટે એ પહેલાં ફટકારી દીધી સૌથી ઝડપી સદી! IPL પછી સીધો થશે ટીમમાં સામેલ

Jake Fraser McGurk, IPL 2024:  ઘણા ખેલાડીઓ આઈપીએલ 2024માં સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ એક ખેલાડી એવો છે જેને તેની ટીમ માટે ટૂંક સમયમાં T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળશે.

મૂછ નો દોરો ફૂટે એ પહેલાં ફટકારી દીધી સૌથી ઝડપી સદી! IPL પછી સીધો થશે ટીમમાં સામેલ

Jake Fraser McGurk, IPL 2024: જોફ્રા આર્ચર, હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન જેવા ઘણા મોટા સ્ટાર્સ IPLની ભેટ છે. ચાલુ સિઝનમાં પણ ઘણા અનકેપ્ડ ખેલાડીઓ છે જેઓ પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમના શાનદાર પ્રદર્શનને કારણે તેમને ટીમ માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. પરંતુ એક એવો ખેલાડી પણ છે જેને બોલરોના એવા ભુક્કા કાઢ્યા છે કે ટુર્નામેન્ટ પૂરી થતાં જ તે પોતાના દેશ તરફથી તમે રમતા જોઈ શકો છો.

મેકગર્કની શાનદાર બેટિંગ-
હવે તમે વિચારતા હશો કે તે ખેલાડી કોણ છે તો તે બીજું કોઈ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના યુવા વિસ્ફોટક બેટ્સમેન જેક ફ્રેઝર-મેકગર્ક (Jake Fraser McGurk) છે. મેકગર્કની શાનદાર બેટિંગનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે એવો બેટ્સમેન છે જેણે ચાલુ સિઝનમાં સૌથી ઝડપી રન બનાવ્યા છે.

મેકગર્ક ચાલુ સિઝનમાં 234.04ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. IPL 2024 માં, 22 વર્ષીય બેટ્સમેને દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધીમાં કુલ 9 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટથી 9 ઇનિંગ્સમાં 36.67ની એવરેજથી 330 રન બનાવ્યા છે. જેમાં 4 અડધી સદી સામેલ છે. ચાલુ ટુર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં 25મા ક્રમે છે.

મેકગર્કે 29 બોલમાં ફટકારી છે સદી-
મેકગર્કનો (Jake Fraser McGurk) ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તે લિસ્ટ Aમાં માત્ર 29 બોલમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. એટલે કે મેકગર્ક ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. તેના પહેલા આ ખાસ સિદ્ધિ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓપનર ક્રિસ ગેલના નામે હતી. ગેઈલે આઈપીએલમાં માત્ર 30 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

McGurkની ક્રિકેટ કારકિર્દી-
મેકગર્ક ઓસ્ટ્રેલિયા માટે 2 ODI મેચ રમ્યો છે. આ દરમિયાન તેણે બેટથી 2 ઈનિંગ્સમાં 25.50ની એવરેજથી 51 રન બનાવ્યા છે. તેના ડોમેસ્ટિક ક્રિકેટની વાત કરીએ તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16 મેચ રમીને તેણે 30 ઇનિંગ્સમાં 18.96ની એવરેજથી 550 રન બનાવ્યા છે જ્યારે લિસ્ટ Aમાં 21 મેચ રમીને તેણે 18 ઇનિંગ્સમાં 32.81ની એવરેજથી 525 રન બનાવ્યા છે. T20માં 46 મેચ રમીને 44 ઇનિંગ્સમાં 23.78ની એવરેજથી 975 રન બનાવ્યા છે. આમ તેની ક્રિકેટ કારકીર્દી એકદમ સીમિત છે પણ આઈપીએલમાં તે ઉભરતો સિતારો સાબિત થયો છે. એ જ્યાં સુધી પીચ પર ઉભો હોય ત્યાં સુધી મેચનો સ્કોર નાનો બની જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news