Video Viral: નીતા અંબાણીને ક્યારેય નહીં જોયા હોય આટલા ગુસ્સે, આ ખેલાડીઓનું આવી બન્યું

Rohit Sharma chat with Nita Ambani: રોહિત શર્મા અને નીતા અંબાણીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં બંને વ્યક્તિઓ કોઈને કોઈ મુદ્દા પર વાત કરતા જોવા મળે છે. જે બાદ હવે નવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે. 

Video Viral: નીતા અંબાણીને ક્યારેય નહીં જોયા હોય આટલા ગુસ્સે, આ ખેલાડીઓનું આવી બન્યું

Rohit Sharma chat with Nita Ambani: IPL 2024 મુંબઈ ઈન્ડિયન્સ માટે ખૂબ નીરાશાજનક રહી છે. તેના ખરાબ પ્રદર્શનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે લીગ તબક્કામાં તે પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. MI એ ટુર્નામેન્ટની તેની છેલ્લી મેચ 17 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમી હતી. ચાહકોને આશા હતી કે ટીમ આ મેચમાં સારું પ્રદર્શન કરશે અને જીત સાથે ટૂર્નામેન્ટનો અંત લાવશે. પરંતુ અહીં પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં LSG ટીમે તેમને 18 રનથી હરાવ્યું હતું.

મેચ પછી MIના અનુભવી બેટ્સમેન રોહિત શર્મા ટીમના માલિક નીતા અંબાણી સાથે કોઈ મુદ્દા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ સમયગાળાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને વ્યક્તિઓ વચ્ચે ચાલી રહેલી વાતચીત અને 'હિટમેન' સાથે નીતાનું શું થયું હશે તે અંગે પણ ચાહકો ખૂબ જ ઉત્સુક હતા. લોકો તેને ટીમમાં થયેલા ફેરફાર સાથે પણ જોડી રહ્યા છે.

IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગનું માનવું છે કે ટીમના ખરાબ પ્રદર્શનનું કારણ ટીમના મોટા ખેલાડીઓની ખરાબ સિઝન રહી છે, જેના કારણે તેણે મોટું નિવેદન આપ્યું છે.
 

— Raj Paladi (@IamRajPaladi) May 18, 2024

 

IPL 2024માં મુંબઈની વ્યૂહરચના ફેલ ગઈ-
IPL 2024ની શરૂઆત પહેલા મુંબઈની ટીમે મોટા ફેરફારો કર્યા હતા. ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને ગુજરાતની ટીમમાંથી ટ્રેડ કરીને કેપ્ટન બનાવ્યો હતો. જો કે તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. મુંબઈએ લીગ તબક્કામાં કુલ 14 મેચ રમી હતી. આ દરમિયાન, તે માત્ર 4 મેચ જીતી શકી, જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિ એવી હતી કે તેણે પોઈન્ટ ટેબલમાં 8 (-0.318) પોઈન્ટ સાથે 10મા સ્થાને પોતાની સફર ખતમ કરવી પડી હતી.

એવી પણ ચર્ચા છે કે મુંબઈ ફક્ત 3 ખેલાડીઓને રિટેઈન કરી રહી છે. જેમાં રોહિત શર્મા કે હાર્ડિક પંડ્યાનો પણ સમાવેશ થતો નથી. હાર્દિક પંડ્યાએ તો જાણી જોઈને પગ પર કુહાડો માર્યો છે. ગુજરાત ટાઈટન્સમાં હાર્દિકનો દબદબો હોવા છતાં તેણે મુંબઈની વાટ પકડી હતી.  ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનું માનવું છે કે મુંબઈ ઈન્ડિયન્સ કદાચ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને આગામી આઈપીએલ સિઝન માટે રિટેન નહીં કરે.

વાસ્તવમાં, વીરેન્દ્ર સેહવાગે આગાહી કરી છે કે IPL 2025ની મેગા ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માત્ર 2 ખેલાડીઓને જ રિટેન કરશે અને આ ખેલાડીઓ રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા નહીં હોય. વીરેન્દ્ર સેહવાગે કહ્યું, 'મુંબઈની ટીમમાં મોટા નામો છે પણ જીતવા માટે બધાએ પ્રદર્શન કરવું પડશે. રોહિતે સદી ફટકારી અને તેમાં પણ ટીમ હારી ગઈ. બાકીની મેચોમાં તેણે કેવું પ્રદર્શન કર્યું?

તેમણે આગળ કહ્યું, 'ઈશાન કિશન આખી સિઝનમાં પાવરપ્લેમાં આઉટ થતો રહ્યો છે. તેથી માત્ર બે ખેલાડીઓ જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવને જાળવી રાખવાનું નિશ્ચિત છે. જો તે ત્રીજા અને ચોથા ખેલાડીઓને પણ જાળવી રાખે છે તો તે જોવા જેવું રહેશે.

વીરેન્દ્ર સેહવાગના નિવેદનથી સ્પષ્ટ છે કે તેમના અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ આગામી આઈપીએલ સિઝનમાં તેમના વર્તમાન કેપ્ટન હાર્દિક પંડ્યા અને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા બંને પર દાવ લગાવશે નહીં, જો કે આવું થાય છે કે નહીં તે ભવિષ્યમાં જ ખબર પડશે. તમને જણાવી દઈએ કે વર્તમાન સિઝનમાં રોહિત શર્માએ અત્યાર સુધી 13 મેચમાં ટીમ માટે 349 રન બનાવ્યા છે. જ્યારે હાર્દિક પંડ્યા બેટ વડે માત્ર 200 રન જ બનાવી શક્યો છે અને બોલિંગ દરમિયાન માત્ર 11 વિકેટ જ લઈ શક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news