પાકિસ્તાને ભારતને આપ્યો મોટો ઝટકો, સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં પાછળ છોડ્યું, જાણો કોને મળ્યું પ્રથમ સ્થાન

United Nations Happiness Report: સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાને ભારતને પાછળ છોડી દીધું છે. પાકિસ્તાનને જ્યાં 108મું સ્થાન મળ્યું છે, તો ભારતે 126માં સ્થાનથી સંતોષ કરવો પડ્યો છે.

પાકિસ્તાને ભારતને આપ્યો મોટો ઝટકો, સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં પાછળ છોડ્યું, જાણો કોને મળ્યું પ્રથમ સ્થાન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને એકવાર ફરીથી સંયુક્ત રાષ્ટ્રના હેપ્પીનેસ રિપોર્ટમાં મોટા અંતરથી ભારતને પછાળ છોડી દીધું છે. પાકિસ્તાનને જ્યાં આ હેપ્પીનેસ રિપોર્ટમાં 108મું સ્થાન મળ્યું છે તો ભારત આ યાદીમાં 126માં સ્થાન પર છે. આ રેન્કિંગને બુધવારે જાહેર કરવામાં આવી છે. ફિનલેન્ડને સતત સાતમાં વર્ષે વિશ્વનો સૌથી ખુશ દેશ જાહેર કરવામાં આવ્યો છે. ફિનલેન્ડ બાદ ડેનમાર્ક, આઈસલેન્ડ અને સ્વીડન છે. ત્યારબાદ ઇઝરાયલ, નેધરલેન્ડ, નોર્વે, લગ્જમબર્ગ, સ્વિત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા આવે છે. આ લિસ્ટમાં અફઘાનિસ્તાનને સૌથી ખરાબ રેટિંગ 143 આપવામાં આવ્યું છે, જે તાલિબાન રાજ આવ્યા બાદ માનવીય સંકટથી સંઘર્ષ કરી રહ્યું છે.

આ રિપોર્ટ એક દાયકા કરતા વધુ સમયથી પ્રકાશિત થઈ રહ્યો છે. પરંતુ તેમાં પ્રથમવાર થઈ રહ્યું છે કે અમેરિકા અને જર્મની 20 સૌથી વધુ ખુશ દેશોના લિસ્ટમાં નથી. આ સર્વેક્ષણમાં અમેરિકાને જ્યાં 23મું તો જર્મનીને 24મું સ્થાન મળ્યું છે. તો કોસ્ટારિકા અને કુવૈતની ટોપ 20માં એન્ટ્રી થઈ છે અને તેને ક્રમશઃ 12મું અને 13મું સ્થાન મળ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌથી ખુશ દેશોના લિસ્ટમાં સૌથી ઉપરના દેશોમાં વિશ્વના સૌથી મોટા દેશ સામેલ નથી.

રેન્કિંગમાં કોને ફાયદો, કોને નુકસાન?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટોપ-10 દેશના લિસ્ટમાં નેધરલેન્ડ અને ઓસ્ટ્રેલિયા એવા દેશ છે જેની વસ્તુ દોઢ કરોડ છે. ટોપ 20 દેશોના લિસ્ટમાં કેનેડા અને બ્રિટન એવા દેશ છે જેની વસ્તી 3 કરોડથી વધુ છે. સૌથી વધુ ઘટાડો અઘાનિસ્તાન, લેબનાન અને જોર્ડનના રેન્કિંગમાં થયો છે. તો તો પૂર્વી યુરોપના દેશો સર્બિયા, બુલ્ગારિયા અને લાટવિયાના રેન્કિંગમાં સૌથી વધુ વધારો થયો છે. હેપ્પીનેસ રેન્કિંગ લોકોના જીવન સંતુષ્ટિ, પ્રતિ વ્યક્તિ જીડીપી, સામાજિક સમર્થન, તંદુરસ્ત જીવનની અપેક્ષા, સ્વતંત્રતા અને ભ્રષ્ટાચારના આધાર પર નક્કી કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news