બેંકની એક નોકરી માટે લાઇનમાં છે 500 ઉમેદવારો! બહાર આવ્યા ચોંકાવનારા આંકડા

જે અરજદારોએ અરજી કરી છે તેમણે નોકરી માટે લાંબી ટેસ્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે

Punita Vaidya Punita Vaidya | Updated: May 17, 2018, 08:11 AM IST
બેંકની એક નોકરી માટે લાઇનમાં છે 500 ઉમેદવારો! બહાર આવ્યા ચોંકાવનારા આંકડા

નવી દિલ્હી : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ની ગણતરી જાહેરક્ષેત્રની ટોચની બેંક તરીકે થાય છે.  હાલમાં એસબીઆઇમાં લગભગ 2000 પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી હતી. આ પોસ્ટ માટે અરજદારોનો આંકડો જોઈને બેંકના અધિકારીઓ પોતે ચોંકી ઉઠ્યા છે. બેંક દ્વારા જાહેર કરાયેલી માહિતી પ્રમાણે 2000 પ્રોબેશનરી ઓફિસરો (PO)ની જગ્યા માટે એસબીઆઈને 9.75 લાખ અરજીઓ મળી છે. જેનો અર્થ એ થયો કે એક જગ્યા માટે લગભગ 500 અરજી આવી છે.  આ સિવાય બેંક ક્લેરિકલ કામ માટે 8,300 કર્મચારીઓની ભરતી કરવા જઈ રહ્યું છે, જેના માટે 16.6 લાખ અરજીઓ આવી છે. ક્લેરિકલ પદ માટે આવેલી અરજીઓમાંથી 70 ટકા અરજીઓ એન્જિનિયરો અને પોસ્ટ-ગ્રેજ્યુએટ્સની છે.

Video : ભોજપુરી હોટ્ટી મોનાલિસા અને આદિત્ય નારાયણની Kiss થઈ છે વાઇરલ

જે અરજદારોએ અરજી કરી છે તેમણે નોકરી માટે લાંબી ટેસ્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. પ્રોબેશનરી ઓફિસર માટે યોગ્યતાનું ધોરણ નીચું (ગ્રેજ્યુએશન) રાખવામાં આવ્યું છે, એટલે ઉમેદવારે લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે. એ પછી ઈન્ટરવ્યુ અને ગ્રૂપ ડિસ્કશનની તબક્કો પસાર કરવાનો રહેશે. આ સિવાય બેંકે ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર (ડીએમડી) સુધીના પદ માટે સેકન્ડ કેડરને તૈયાર કરવા દરેક પદ દીઠ 4 ઉમેદવારોને તૈયાર કરવાનો પ્લાન અમલમાં મૂક્યો છે. બેંકે આવા 70 લીડર્સને અલગ તારવ્યા છે, જેમને જે-તે લેવલના અધિકારીની સાથે કામ કરવાની તક આપવામાં આવશે, જેથી તેઓ પોતાના નવા રોલને યોગ્ય રીતે સમજી શકે.

ભૂતકાળમાં સારા અને હોંશિયાર ઉમેદવારો વહીવટી સેવા અને બેંકમાંથી કોઈ એકની પસંદગી કરતા હતા. હાલમાં ગ્રેજ્યુએટ્સને પ્રાઈવેટ સેક્ટરમાં સારી તક દેખાય છે. આ સંજોગોમાં બેંક પણ સમજીવિચારીને જ ઉમેદવારોની પસંદગી કરવા માગદે છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close