13 વર્ષનો ભારતીય છોકરો બન્યો સોફ્ટવેર કંપનીનો માલિક, જાણો કેવી સર કરી સફળતા

13 વર્ષનો ભારતીય છોકરો બન્યો સોફ્ટવેર કંપનીનો માલિક, જાણો કેવી સર કરી સફળતા

ચાર વર્ષ પહેલાં ફક્ત 9 વર્ષની ઉંમરમાં પોતાની પ્રથમ મોબાઇલ એપ્લિકેશન બનાવનાર એક ભારતીય કિશોર 13 વર્ષની ઉંમરે પહોંચતાં પહોંચતાં સોફ્ટવેર ડેવલોપમેંટ કંપનીનો માલિક બની ચૂક્યો છે. અમે વાત કરી રહ્યાં છીએ દુબઇમાં રહેતા કેરલના વિદ્યાર્થી આદિત્યન રાજેશની જેમની કંપની હવે લોકો માટે વેબસાઇટ બનાવે છે. 

ખલીઝ ટાઇમ્સના અહેવાલ અનુસાર આદિત્યને ફક્ત 5 વર્ષની ઉંમરમાં કોમ્યુટરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. ટેક્નોલોજીના આ જાદૂગરે 13 વર્ષની ઉંમરમાં પોતાની કંપની 'ટ્રોનેટ સોલ્યૂશન્સ'ની શરૂઆત કરી છે. ટ્રિનેટના કુલ ત્રણ કર્મચારી છે જે આદિત્યનની સ્કૂલના મિત્રો અને પોતે સ્કૂલના વિદ્યાર્થી છે.

આદિત્યને જણાવ્યું હતું કે કાયદાકીય રીતે મારે કંપનીના માલિક બનવા માટે 18 વર્ષની ઉંમરને પાર કરવી પડશે. ત્યારબાદ કંપનીના માલિક તરીકે કામ કરી શકીશ. જોકે અમે અત્યારથી એક કંપની તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું છે. અમે અત્યાર સુધી 12થી વધુ ક્લાઇંટ સાથે કામ કર્યું છે અને તેમને પોતાની ડિઝાઇન અને કોડિંગ સર્વિસ સંપૂર્ણપણે મફતમાં આપી છે. આદિત્યને દુબઇના અંગ્રેજી દૈનિકને જણાવ્યું હતું કે તેમનો જન્મ કેરલના થિરૂવિલામાં થયો હતો અને જ્યારે 5 વર્ષનો હતો તો પરિવાર અહીં આવી ગયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news