અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 24X7 કલાક કરો ખરીદી, અને મેળવો અઢળક ગિફ્ટ્સ

અમદાવાદમાં ''શોપિંગ ફેસ્ટિવલ''નું આયોજન થવા જઇ રહ્યું છે. આવું પહેલીવાર બનશે કે જ્યારે 24 કલાક શોપિંગનો લાભ ઉઠાવી શકશે. આ દરમિયાન, હોટલ, ક્લબ, સ્ટ્રીટ ફૂડ શોપ, કપડાં, ઝ્વેલરી, જિમ, સ્પા અને બીજી નાની-મોટી દુકાનો ખુલ્લી રહેશે. આ ફેસ્ટિવલનું ઉદઘાટન વડાપ્રધાન નરેંદ્ર મોદી કરશે. 
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 24X7 કલાક કરો ખરીદી, અને મેળવો અઢળક ગિફ્ટ્સ

કેતન જોશી, અમદાવાદ: અમદાવાદમાં ''શોપિંગ ફેસ્ટિવલ''નું આયોજન થવા જઇ રહ્યું છે. આવું પહેલીવાર બનશે કે જ્યારે 24 કલાક શોપિંગનો લાભ ઉઠાવી શકશે. આ દરમિયાન, હોટલ, ક્લબ, સ્ટ્રીટ ફૂડ શોપ, કપડાં, ઝ્વેલરી, જિમ, સ્પા અને બીજી નાની-મોટી દુકાનો ખુલ્લી રહેશે. આ ફેસ્ટિવલનું ઉદઘાટન વડાપ્રધાન નરેંદ્ર મોદી કરશે. 

અમદાવાદ આમ તો રાત્રે જલદી સૂઈ જનાર શહેર છે. અમદાવાદ સહિત ગુજરાતના કોઇપણ શહેરમાં નાઇટ લાઇફ નહી, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિતના લીધે દેશ-વિદેશથી હજારો મહેમાન અમદાવાદમાં આવશે. આ દેશી-વિદેશી મહેમાનોના સ્વાગતમાં ''અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શોપિંગ ફેસ્ટિવલ 17 જાન્યુઆરીથી શરૂ થઇને 28 જાન્યુઆરી સુધી ચાલશે. શોપિંગ ફેસ્ટિવલમાં તમે દરેક પ્રકારની ખરીદીનો આનંદ ઉઠાવી શકો છો. ખાસવાત એ છે કે આ દરમિયાન દર મિનિટે લકી ડ્રો થશે અને 11 કરોડ રૂપિયાના ઇનામ વહેંચવામાં આવશે.

શોપિંગ ફેસ્ટિવલ માટે આખા શહેરને દુલ્હનની માફક શણગારમાં આવ્યું છે. સુરક્ષાની કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દુકાનદાર અને વેપારીઓ પણ આ ફેસ્ટિવલનો ફાયદો ઉઠાવવા માટે પોતાના સ્ટોર્સને ચમકાવવામાં લાગ્યા છે. દરેક દુકાનદાર અને વેપારીઓ પોતાના ત્યાં વધુમાં વધુ ગ્રાહકોને આકર્ષવા માટે ખરીદી પર આકર્ષક છૂટ અને ઇનામની જાહેરાત કરી રહ્યા છે. 

આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે 2700 ગારમેંટ્સની દુકાનો, 600 ઈલેક્ટ્રિક શોપ, 600 ફૂડ એન્ડ બેવરેઝિસ સ્ટોર્સ, 110 હોટલ, 100 ફર્નિચર આઉટલેટ્સ સહિત મોટી સંખ્યામાં જિમ, ક્લબ, સ્પા અને મેડિકલ સ્ટોર્સે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના ચેરમેન શૈલેશ પટવારીએ જણાવ્યું કે આ આયોજનથી શહેરના બિઝનેસને એક નવી ઉંચાઇ મળશે અને ઓનલાઇન શોપિંગના કારણે વેપારીઓને થનાર નુકસાનની ભરપાઇ કરી શકાશે.

તેમણે જણાવ્યું કે આ ફેસ્ટિવલમાં જૂના અમદાવાદ, નવા અમદાવાદ અને જે અસ્થાઈ સ્ટોલ લગાવીને પણ ધંધો કરી રહ્યા છે, તેમને પણ સામેલ કરી લેવામાં આવ્યા છે. અમદાવાદમાં બહારથી આવનાર લોકો મોડી રાત સુધી જમી શકે અને શોપિંગ કરી શકે, તેના માટે ફાયદો જ છે સાથે જ, અમદાવાદના 70 લાખ લોકોને પણ આ ફાયદો મળશે. ફેસ્ટિવલમાં ખરીદી કરીને 10 ટકાથી માંડીને 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news