Auto Expo: હીરોએ લોન્ચ કર્યા 2 નવા સ્કૂટર, હેરાન કરી દેશે તેવા છે ફીચર્સ

ઓટો એક્સપોના પ્રથમ દિવસે દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પોતાના નવા 3 મોડલ રજૂ કર્યા. 

 Auto Expo: હીરોએ લોન્ચ કર્યા 2 નવા સ્કૂટર, હેરાન કરી દેશે તેવા છે ફીચર્સ

નવી દિલ્હીઃ ઓટો એક્સપોના પ્રથમ દિવસે દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પોતાના નવા 3 મોડલ રજૂ કર્યા છે. તેમાં 2 સ્કૂટર અને એક બાઈક સામેલ છે. કંપનીએ 
Duet 125  અને Maestro Edge 125 સ્કૂટર લોન્ચ કર્યું છે. બીજીતરફ  200 સીસીની Xpulse બાઈકને લોન્ચ કરી છે. 
 

125ccમાં લોન્ચ કર્યા સ્કૂટર
Duet 125 અને  Maestro Edge 125 બંન્ને સ્કૂટર 125 સીસીના છે. બંન્ને સ્કૂટરમાં   i3Sનું એન્જિન યુઝ કરવામાં આવ્યું છે, બંન્નેમાં 8.5 bhpનો પાવર અને  10 Nmનો ટાર્ક આપવામાં આવ્યો છે. બંન્ને સ્કૂટરોને સ્માર્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  તેમાં LED ટેલાઇલટ, analog-digital console, Mobile charging, telescopic forks, alloy wheels સામેલ છે.

 

Hero Xpulse કર્યો શોકેસ
કંપનીએ નવી બાઈક એક્સ પલ્સને શોકેસ કરી છે. 200 સીસી રેન્જની આ બાઈક ઇમ્પલ્સ બાઈકનું અપડેટ વર્ઝન હશે. આને યંગ બાઈકર્સ અને એડવેન્ચર બંન્ને પ્રકારના લોકોની પસંગને ધ્યાનમાં રાખને ડિઝાઈન કરવામાં આવી છે. 

દમદાર ફીચર્સથી લેસ

190 mm સસ્પેન્શન ટ્રાવેલ
170 mm રિયર ટ્રૈવેલ
18-inch રિયર ટાયર
220 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ
825 mm સીટ હાઈટ
Full LED હેન્ડલેમ્પ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news