SBIએ કાપ્યા છે એકાઉન્ટમાંથી પૈસા? તો જાણી લો ખાસ જાણવા જેવા સમાચાર

હાલમાં અનેક ખાતાઓમાંથી 147.50 રૂ. કાપી લેવાયા હોવાના સમાચાર આવ્યા હતા 

Punita Vaidya Punita Vaidya | Updated: Mar 6, 2018, 03:59 PM IST
SBIએ કાપ્યા છે એકાઉન્ટમાંથી પૈસા? તો જાણી લો ખાસ જાણવા જેવા સમાચાર

નવી દિલ્હી : જો તમારું બેંકનું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય અને હાલમાં તમે તમારા ખાતામાંથી 147.50 રૂ. કાપી લેવામાં આવ્યા હોવાના મેસેજને કારણે અપસેટ હો તો આ ખાસ સમાચાર તમારા માટે જ છે. બેંકના આ મેસેજને કારણે અનેક ગ્રાહકો મનમાં આ પૈસા શેના માટે કાપી લેવામાં આવ્યા છે એવો સવાલ થયો હતો. સોશિયલ મીડિયા સાથે જ અનેક ઓનલાઇન ફોરમમાં ગ્રાહકોએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને આ પૈસા શું કામ કાપી લેવામાં આવ્યા છે એની જાણકારી માગી હતી. 

એટીએમનો વાર્ષિક ચાર્જ
લોકોએ ટ્વિટર પર SBIને ટેગ કરીને આ વિશેની જાણકારી માગી છે. તપાસ કર્યા પછી માહિતી મળી છે કે એસીબીઆઇ તરફથી એટીએમના વાર્ષિક ચાર્જ પેટે આ રકમ વસૂલ કરવામાં આવી છે. આ રકમમાં એન્યુઅલ ચાર્જની સાથે જીએસટી પણ શામેલ છે. એટીએમ ચાર્જ ખાતામાંથી દર વર્ષે કાપવામાં આવે છે પણ આ વર્ષે વધારે ચાર્જ કાપવામાં આવ્યો છે કારણ કે 2017ના એપ્રિલ મહિનામાં એસબીઆઇએ પોતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. આ સંજોગોમાં એટીએમ ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બેંક તરફથી સિલ્વર અને ગોલ્ડ કાર્ડ માટે અલગ-અલગ ચાર્જ લેવામાં આવે છે. 

125 રૂ. થયો એટીએમ ચાર્જ
એસબીઆઇએ એટીએમ ચાર્જને વધારીને 125 રૂ. કરી દીધો છે જેના પગલે જીએસટી સાથે દર વર્ષે એકાઉન્ટમાંથી ચાર્જ તરીકે 147.50 રૂ. કપાઈ જશે. જો તમને આ રકમનો ઉલ્લેખ બેંક સ્ટેટમેન્ટમાં ન જોવા મળે તો પણ તમે આ વાતની ફરિયાદ કરી શકો છો. આ ફરિયાદ કરવા માટે કેપિટલ લેટર્સમાં 'UNHAPPY' લખીને 8008202020 પર મેસેજ મોકલી શકાય છે. આ સિવાય આ વાતની ઓનલાઇન ફરિયાદ પણ કરી શકાય છે. જો આટલા પ્રયાસો પછી પણ ફરિયાદનું નિવારણ ન થાય તો નોડલ ઓફિસર કે પછી એસબીઆઇના ચેરમેનને પણ ફરિયાદ કરી શકાય છે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close