તમે પણ લગાવી શકો છો ATM, દર મહિને ઘરેબેઠા કરો લાખો કમાણી

ઘરેબેઠા કમાણી કરવાનું વિચારી રહેલા લોકો માટે સારી તક છે. તમે તમારી સ્પેસને એટીએમ માટે ભાડે આપીને કમાણી કરી શકો છો.

તમે પણ લગાવી શકો છો ATM, દર મહિને ઘરેબેઠા કરો લાખો કમાણી

નવી દિલ્હી: ઘરેબેઠા કમાણી કરવાનું વિચારી રહેલા લોકો માટે સારી તક છે. તમે તમારી જગ્યાને એટીએમ માટે ભાડે આપીને કમાણી કરી શકો છો. જી હાં તમે ATM માંથી ફક્ત પૈસા જ કાઢી શકતા નથી, પરંતુ કમાણી પણ કરી શકો છો. 

વકરાંગીએ આપ્યો મોટો ઓર્ડર
તાજેતરમાં જ NBFC અને બીએફએસઆઇ સાથે સંકળાયેલી મોટી કંપની વકરાંગી લિમિટેડે 500 નવા એટીએમ એનસીઆરને આપ્યો છે. એનસીઆર ઇંડીયા એટીએમ બનાવનાર કંપની છે. તો બીજી તરફ અન્ય કંપનીઓની વેબસાઇટ પર પણ એટીએમ લગાવવા માટે અરજી માંગી છે. એવામાં તમે પણ પોતાની જગ્યા એટીએમ માટે ભાડે આપીને સારી એવી કમાણી કરી શકો છો. 

આ રીતે ખોલી શકો છો ATM
વ્હાઇટ લેબલ ATMની ફ્રેંચાઇઝીને લઇને તમે એટીએમ ખોલી શકો છો. વ્હાઇટ લેબલ એટીએમ સર્વિસ આપનાર કંપની છે. આ કંપની શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં એટીએમ લગાવવાની ફ્રેંચાઇઝી આપે છે. પબ્લિક અને પ્રાઇવેટ બેંકો ઉપરાંત ઇંડિકેશ, મુત્થુટ અને ઇંડીયા વન જેવી કંપનીઓ વ્હાઇટ લેબલ એટીએમ સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. 

કેવી રીતે થાય છે કમાણી
એટીએમ દ્વારા કમાણી દરરોજના ટ્રાંસજેક્શન પર નિર્ભર કરે છે. જો એક એટીએમમાંથી 50 ટ્રાંસજેક્શન થાય છે તો મંથલી આવક 19,500 રૂપિયા થઇ શકે છે, તો બીજી તરફ દરરોજ 300 ટ્રાંજૈકશન થાય તો 1.17 લાખ રૂપિયા મંથલી આવક થાય છે. એટીએમ લગાવવા માટે તમારે એટીએમ ઇંસ્ટોલ કરાવનાર કંપનીને સિક્યોરિટી ડિપોઝીટના રૂપમાં 2 થી 3 લાખ રૂપિયા આપવા પડે છે. કોન્ટ્રાક્ટ પુરો થતાં આ રકમ તમને પરત મળી જશે. 

શું છે ATM લગાવવા માટેના નિયમ અને શરતો
ATM લગાવવા માટે તમારી પાસે ઓછામાં ઓછી 50-1-- સ્ક્વેર ફૂટની જગ્યા હોવી જોઇએ. સ્પેશ ગ્રાઉંડ ફ્લોર અને ગુડ વિજિબિલિટી વાળી હોવી જોઇએ. એટીએમ લગાવવા માટે સિક્યોરિટી ડિપોઝીટ કરવી પડશે. સિક્યોરિટીની વ્યવસ્થા તમારે કરવાની રહેશે. એટીએમ માટે ઇન્ડીયા વન એટીએમની વેબસાઇટ પર ઓનલાઇન એપ્લાય કરી શકો છો. 

આ કંપનીઓ આપી રહી છે તક
દેશની મોટી એનબીએફસી (નોન બેંકિંગ ફાઇનેશિયલ કંપની) મુથૂટ વ્હાઇટ લેબલ એટીએમ લગાવવાની તક આપી રહી છે. તેમાં વીઝા, રૂપે અને માસ્ટર ત્રણેય પ્રકારના એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે. તો બીજી તરફ ઇન્ડીયા વન નામની કંપની પણ એટીએમ લગાવવા માટેની તક આપી રહી છે. વકરાંગીએ પણ 500 નવા એટીએમ માટે ઓર્ડર આપ્યો છે. કંપનીને કુલ 15 હજાર એટીએમ લગાવવા માટે આરબીઆઇ પાસેથી લાયસન્સ મળ્યું હતું. વકરાંગીનું ફોકસ સેમી અર્બન અને રૂરલ એરિયામાં પણ એટીએમની સંખ્યા વધારવા પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news