ઘરે બેસીને કરો જોરદાર કમાણી, થોડું જોખમ અને મોટો ફાયદો

શેરમાર્કેટ હંમેશા જોખમી રહ્યું છે પણ મળતું મોટું રિટર્ન ચોક્કસ આકર્ષિત કરે છે 

Punita Vaidya Punita Vaidya | Updated: Mar 5, 2018, 04:06 PM IST
ઘરે બેસીને કરો જોરદાર કમાણી, થોડું જોખમ અને મોટો ફાયદો

નવી દિલ્હી : શેરમાર્કેટ હંમેશા જોખમથી ભરેલું રહ્યું છે અને એના ચડાવ-ઉતાર સામાન્ય વ્યક્તિને સમજમાં નથી આવતા. જોકે, શેરમાર્કેટમાં એવો રસ્તો છે જેની મદદથી ઓછા રોકાણમાં પણ સારી એવું રિટર્ન મેળવી શકાય છે. જો તમે પણ શેરબજારમાં પૈસા રોકવા ઇચ્છતા હો પણ પૈસા ગુમાવાનો ડર લાગતો તો કોઈ જોખમ વગર કમાણી કરવાનો પણ એક રસ્તો છે. શેરબજારમાં રોકાણ કરીને કોઈ જોખમ ખેડ્યા વગર પૈસા બનાવવાના પણ કેટલાક ખાસ રસ્તાઓ છે. ટ્રેડબુલ્સના ડિરેક્ટર અને સીઓઓ ધ્રુવ દેસાઈનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયમાં શેરબજારે 18 ટકા રિટર્ન આપ્યું છે. આ કારણોસર નવો રોકાણકાર નાનકડી રકમ સાથે માર્કેટમાં એન્ટ્રી લઈ શકે છે. શેરમાર્કેટમાં લાંબા ગાળાનું રોકાણ હંમેશા ફાયદાકારક સાબિત થાય ચે.

શેરબજારમાં 1 વર્ષની કમાણી પર કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે પણ એમાં પણ કેટલીક શરતો છે. આ સંજોગોમાં નાના રોકાણ સાથે ઇક્વિટીમાં પ્રવેશ સારો વિકલ્પ સાબિત થાય છે. જોકે માત્ર ટેક્સ બચાવવા માટે એમાં રોકાણ ન કરવું જોઈએ અને લાંબા ગાળાના રોકાણના વિકલ્પ તરીકે એની પસંદગી કરવી જોઈએ. શેરબજારના એક્સપર્ટ માને છે કે તમે જેટલા ઓછા સમયગાળા માટે પૈસાનું માર્કેટમાં રોકાણ કરો છો તમારા માટે જોખમ એટલું જ વધારે હોય છે. જો તમે શેરમાં કેટલાક કલાક કે દિવસો માટે પૈસા લગાવો છો તો એ એક જુગાર જેવું છે. જો શેરબજારમાં જોખમથી દૂર રહેવું હોય તો લાંબા ગાળા એટલે કે ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે રોકાણ કરવું જોઈએ. 

શેરબજારમાં એવા ઢગલાબંધ શેર મળી આવશે જેની કિંમત બહુ ઓછી હશે. તમને માર્કેટમાં એક રૂ.થી ઓછી કિંમત ધરાવતા ઢગલાબંધ શેર મળી જશે. આવા શેર જોઈને લોકો લાલચમાં આવી જાય છે કે 50 પૈસાનો શેર જો 1 રૂ.નો પણ થઈ જશે તો તેમનું રોકાણ ગણતરીના દિવસોમાં ડબલ થઈ જશે. જોકે, આ રોકાણ કરતા પહેલાં એ જાણવું જરૂરી છે કે આ શેર આટલી ઓછી કિંમતે કેમ મળી રહ્યા છે. જો કંપની મજબૂત ન હોય તો આવા શેરથી દૂર રહેવું જ સારું. ઘણીવાર મિત્રો અને સ્વજનો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે કે તેમણે ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં સારી એવી કમાણી કરી છે. આ લોકો એમ પણ કહે છે કે માર્જિન પર કામ કરીને પણ તમે ઓછા પૈસામાં વધારે કમાણી કરી શકો છો પણ જો તમે જોખમથી બચવા માગતા હો તો આવી લલચામણી ઓફર્સથી દૂર જ રહો.  જો તમે શેરબજારમાં પૈસા રોકવા માગતા હો શેરબજાર વિશે જરૂરી જાણકારી વધારતા જાઓ. જો એવું કરશો તો જ જોખમ ઘટી શકશે.

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close