બિલ ગેટ્સ નહીં પણ 'આ' છે દુનિયાનો સૌથી પૈસાદાર

જો તમને લાગતું હોય કે બિલ ગેટ્સ દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ છે તો તમારી ધારણા સાવ ખોટી છે

બિલ ગેટ્સ નહીં પણ 'આ' છે દુનિયાનો સૌથી પૈસાદાર

નવી દિલ્હી : જો તમને દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ વિશે સવાલ કરવામાં આવે તો મગજમાં પહેલું નામ બિલ ગેટ્સનું જ આવે પણ આ ધારણા ખોટી સાબિત થઈ શકે છે. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ તરફથી જાહેર કરવામાં આવેલી 2018ના સૌથી વધારે ધનિક વ્યક્તિ વ્યક્તિઓની યાદીમાં પહેલા નંબરે અમેઝોનના સીઈઓ જેફ બેજોસ છે. ફોર્બ્સે આપેલી મહિતી પ્રમાણે જેફની કુલ સંપત્તિ લગભગ 127  અરબ ડોલર છે. ફોર્બ્સના આ લિસ્ટમાં એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીને ટોપ 10માં પણ જગ્યા નથી મળી. 

Amazonના વેલ્યુએશનમાં વધારો
જેફ બેજો ઇ-કોમર્સ કંપની  Amazonના સંસ્થાપક અને સીઇઓ છે. તેમના સંપત્તિમાં થયેલા વધારા પાછળ Amazonના વેલ્યુએશનમાં થયેલો અનેકગણો વધારો જવાબદાર છે.  Amazonની માર્કેટ વેલ્યૂ 19 વર્ષ પહેલાં લગભગ 27 અરબ ડોલર હતી. છેલ્લા કેટલાક સમયમાં ઇ-કોમર્સની દુનિયામાં થયેલા વિકાસને કારણે કંપનીની માર્કેટ વેલ્યૂ 727 અરબ ડોલર સુધી વધી ગઈ છે. આમ, કંપનીની માર્કેટ વેલ્યૂમાં  27 ગણો વધારો થયો છે. આ પહેલાં પણ બ્લુમબર્ગની સૌથી ધનવાન વ્યક્તિઓની યાદીમાં જેફનું નામ ટોચ પર હતું. 

બીજા નંબરે બિલ
ફોર્બ્સ તરફથી જાહેર કરવામાં આવેલી આ યાદીમાં બિલ ગેટ્સ બીજા નંબરે છે. તેમની કુલ સંપત્તિ 90 બિલિયન ડોલર આંકવામાં આવી છે. ત્રીજા સ્થાન પર બર્કશાયર હાથવેના સીઇઓ વોરન બફેટ 87 બિલિયન ડોલરની સંપત્તિ સાથે છે. આ યાદીમાં ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગને 72 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પાંચમું સ્થાન મળ્યું છે. 

મુકેશ અંબાણીની મિલકત 40 બિલિયન ડોલર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી 40 બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વની ધનવાન વ્યક્તિઓની યાદીમાં 19મા નંબર પર છે. એશિ્યાની સૌથી પૈસાદાર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીથી અમેઝોન લગભગ 8 ગણી મોટી કંપની છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news