સેલેરી પર પડશે GSTની માર, તમારા પગાર પર લાગી શકે છે કાતર

નિષ્ણાંતો પ્રમાણે, વેતનમાં મળનારૂ ભાડું, મેડિકલ વિમો, ટ્રાન્સપોર્ટેશન અને ફોન બિલ હેઠળ મળનારા લાભ જીએસટીના દાયરામાં આવી જશે.   

Dhaval Gokani Dhaval Gokani | Updated: Apr 16, 2018, 09:06 PM IST
સેલેરી પર પડશે GSTની માર, તમારા પગાર પર લાગી શકે છે કાતર
પ્રતિકાત્મક તસ્વીર

નવી દિલ્હીઃ વસ્તુ તથા સેવા કર (જીએસટી)નો માર હવે પગારધારકો પર પડી શકે છે. કંપનીઓએ જીએસટીથી બચવા માટે કર્મચારીઓના વેતન પેકેજમાં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. જેથી કંપનીઓ પર જીએસટીની અસર ના પડે. નિષ્ણાંતો પ્રમાણે, પગારમાં મળનારૂ ભાડું, મેડિકલ વિમો, ટ્રાન્સપોર્ટેશન અને ફોન બિલ હેઠળ મળનારા લાભ જીએસટીના દાયરામાં આવી જશે. 

સેલેરી પેકેજની સમીક્ષા કરવાની સલાહ
ટેક્સ નિષ્ણાંતોએ કંપનીઓને સલાહ આપી છે કે કંપનીઓનો એચઆર ડિપાર્ટમેન્ટ સેલેરીના આ  માપદંડોની ફરી સમીક્ષા કરે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (એએઆર)એ હાલના નિર્ણયો બાદ કંપનીઓ આ મામલાને લઈને સજાગ થઈ ગઈ છે. 

મહત્વનું છે કે એએઆરે હાલમાં નિર્ણય આપ્યો હતો કે, કંપનીઓ દ્વારા કેન્ટીન ચાર્જના નામ પર કર્મચારીના વેતનમાંથી કપાત જીએસટી હેઠળ હશે. આ નિર્ણય બાદ જાણકારોનું માનવું છે કે કંપનીઓ દ્વારા કર્મચારીને આપવામાં આવતી સુવિધાઓના બદલામાં પગારમાં ઘટાડો કરવામાં આવશે જે જીએસટીના દાયરામાં ટેક્સ આપવામાં આવશે. 

12 ટકા સુધી વધી શકે છે કર્મચારીઓનો પગાર
ભરતીની ઝડપ વધવાથી કંપનીઓ પર સારુ પ્રદર્શન કરનારા કર્મચારીઓને જાળવી રાખવાનું દબાણ છે અને તેને કારણે કર્મિઓના વેતનમાં આ વર્ષે 9 થી 12 ટકાના વધારાનું અનુમાન છે. માનવ સંસાધન (એચઆર) નિષ્ણાંતોએ કહ્યું કે, સારા કર્મચારીઓના વેતમાં 15 ટકા સુધીના વધારાનું અનુમાન છે. 

નિષ્ણાંતોએ કહ્યું કે, કંપનીઓ સરેરાશ અને સારૂ પ્રદર્શન કરનારા કર્મચારીઓમાં જુદા તારવવા પર ભાર આપી રહી છે. તે માટે તે પગાર વધારા જેવા ઉપાયો અપનાવી રહી છે. ગ્રાહકો આધારિક ક્ષેત્ર જેવા કે એફએમસીસી/સીડી, છૂટક, મીડિયા તથા જાહેરાત આ વર્ષે સકારાત્મક પગાર વધારો આપશે. 

ગ્લોબલ હંટના મેનેજિંગ ડાયરેક્ટર સુનીલ ગોયલે કહ્યું, આ વર્ષે પગાર વધારો 9 થી 12 ટકા રહેશે. આ ગત વર્ષના વધારા કરતા થોડો વધુ છે. વરિષ્ઠ પદની તુલનામાં વચ્ચેના પદ પર વૃદ્ધીનો દર વધુ રહેશે. એન્ટલ ઈન્ટરનેશનલ ઈન્ડિયાના એમડી જોસેફ દેવાસિયાએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા તથા રોજગાર બજારમાં હવે તેજી આવી છે અને 2018-2019 દરમિયાન વિભિન્ન ક્ષેત્રોમાં ખૂબ સકારાત્મકતાનું અનુમાન છે. તેમણે કહ્યું, વિભિન્ન ક્ષેત્રોમાં ભરતીમાં ઝડપ આવતા કંપનીઓ સારૂ પ્રદર્શન કરનારા કર્મચારીઓને જાળવી રાખવા માંગે છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close