Auto Expo : આ છે હીરોની પહેલી એડવેંચર બાઇક, વાંચો કેટલી દમદાર છે આ

ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા 14મા ઓટો એક્સપોમાં કાર અને બાઇક કંપનીઓ પોતાના વ્હીકલને દમદાર રીતે લોંચ કરી રહી છે. આ વખત એક્સપોમાં બીએમડબ્લ્યૂના પેવેલિયનમાં કારોની સાથે સુંદર બાઇક્સનો નજારો જોવા મળી રહ્યો છે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Feb 9, 2018, 02:46 PM IST
Auto Expo : આ છે હીરોની પહેલી એડવેંચર બાઇક, વાંચો કેટલી દમદાર છે આ

નવી દિલ્હી: ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા 14મા ઓટો એક્સપોમાં કાર અને બાઇક કંપનીઓ પોતાના વ્હીકલ્સને દમદાર રીતે લોંચ કરી રહી છે. આ વખતે એક્સપોમાં બીએમડબ્લ્યૂના પેવેલિયનમાં કારોની સાથે ખૂબસૂરત બાઇક્સનો નજારો જોવા મળી રહ્યો છે. એવામાં હીરો મોટોકોર્પે પણ પોતાની પહેલી એડવેંચર બાઇકને શોકેસ કરી દીધી છે. કંપનીએ આ બાઇકને એક્સપલ્સ 200 (Xplus 200) નામ આપ્યો છે. Xplus 200 હીરોની અપકમિંગ મોટરસાઇકલ છે. એડવેંચર પ્રેમીઓ ભારતમાં લાંબા સમયથી આ બાઇકની રાહ જોઇ રહ્યાં હતા.   

આ છે ખાસિયત
હીરો મોટોકોર્પે આ એડવેંચર મોટરસાઇકલમાં 199.5 CCનું સિંગલ-સિલિંડર, ફ્યૂલ-ઇંજેક્ટેડ એંજીન લગાવ્યું છે. આ એંજીનનો ઉપયોગ થોડા દિવસો અગાઉ લોંચ થયેલી હીરો એક્સટ્રીમ 200 R માં પણ લગાવવામાં આવ્યું છે. હીરો એક્સપલ્સનું એંજીન 8000 rpm પર 18.1 bhp પાવર અને 6000 rpm પર 17.1 Nm પીક ટોર્ક જનરેલ કરે છે. 

5-સ્પીડ ગિયરબોક્સ
હીરોએ આ એડવેંચર બાઇકને 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ કરી છે. હીરો એક્સપલ્સ 200માં ફૂલ એલઇડી હેંડલેંપ સેટઅપ, લગેજ રેક, નકલ ગાર્ડ અને ડ્યૂલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. સાથે જ બાઇકમાં સંપૂર્ણ રીતે ડિજિટલ ઇંસટ્રુમેંટ કંસોલ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે નેવિગેશન સિસ્ટમ પણ આપવામાં આવી છે.

જુલાઇમાં હશે લોંચ
આશા છે કે કંપની X પલ્સ 200ને આ વર્ષે જુલાઇમાં લોંચ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે ત્યારબાદ બાકી ફીચર્સ વિશે લોંચિંગ સમયે જાણકારી આપવામાં આવશે. અત્યારે આ બાઇકની કિંમત વિશે કોઇપણ જાણકારી આપવામાં આવી નથી. જોકે, એક્સપર્ટ આ બાઇકની કિંમત 1 થી 1.25 લાખ રૂપિયા હોવાથી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાઇકનો મુકાબલો રોયલ એનફીલ્ડની હિમાલયન સાથે થશે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close