બજારમાં આવી રહ્યું છે નવું એક્ટિવા 5G, લક્ઝરી કાર જેવા છે દમદાર ફીચર્સ

ઓટો એક્સપો 2018માં હોન્ડા ટૂ વ્હીલરે સૌથી મોટો ખુલાસો કરતા એક્ટિવા 5જી સ્કૂટર પરથી પડદો ઉઠાવ્યો. 

Viral Raval Viral Raval | Updated: Feb 9, 2018, 09:05 AM IST
બજારમાં આવી રહ્યું છે નવું એક્ટિવા 5G, લક્ઝરી કાર જેવા છે દમદાર ફીચર્સ

નવી દિલ્હી: ઓટો એક્સપો 2018માં હોન્ડા ટૂ વ્હીલરે સૌથી મોટો ખુલાસો કરતા એક્ટિવા 5જી સ્કૂટર પરથી પડદો ઉઠાવ્યો. નવા સ્કૂટરમાં અનેક સારા ફીચર્સ છે. આ સ્કૂટરને માર્ચના પહેલા અઠવાડિયામાં ભારતીય બજારમાં લોન્ચ કરવાની આશા છે. સ્કૂટરની કિંમતનો ખુલાસો લોન્ચ સમયે જ કરવામાં આવશે. હાલ કંપનીએ ફક્ત એક્ટિવા 5જીને રજુ કર્યું છે. 

શાનદાર છે ડિઝાઈનિંગ
ડિઝાઈનની વાત કરીએ તો એક્ટિવા 5જી બજારમાં લાવીને હોન્ડા પોતાનો બેઝ મજબુત કરવાની કોશિશમાં છે. લોકપ્રિય સ્કૂટર બ્રાન્ડની ઓળખ કાયમ રાખતા કંપનીએ નવા ફીચર સાથે સ્કૂટરને રજુ કર્યુ છે. સ્કૂટરના આગળના ભાગ પર એક નવી એલઈડી હેડલેમ્પ છે જે દિવસના સમયમાં ઈન્ટીગ્રેટેડ એલઈડી સાથે ચાલુ રહેશે. આ ઉપરાંત ક્રોમની ગાર્નિશિંગ પણ જોઈ શકાય છે. 

બોડી પર 3ડી પ્રિન્ટ
સ્કૂટરમાં હંમેશાની જેમ એક્ટિવા ફેશનને જાળવી રાખતા એક ઓલ મેટલ બોડી આપવામાં આવી છે. બોડીમાં 3ડી પ્રિન્ટ પણ છે. એક્ટિવા 5જીમાં એનાલોગ-ડિજીટલ ફંકશનની સાથે એક નવી ડિઝાઈનવાળુ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એક મોબાઈલ ચાર્જિંગ સોકેટ, એક રિયર હુક, મલ્ટીફંકશનની સ્લોટ જેવા ફીચર સામેલ છે. સ્કૂટરમાં સીટની નીચે સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટ, એલઈડી હેડ લેમ્પ અને ટેલ લેમ્પ પણ છે. 

Auto Expo, Auto Expo 2018, Honda Activa 5G, Activa 5G, honda new scooter

જૂનું એન્જિન, નવી ટેક્નોલોજી
એક્ટિવાએ 110 સીસી, ફોર સ્ટ્રોકવાળા ફેન-કુલ પેટ્રોલ એન્જિનને યથાવત રાખ્યું છે. તેમાં હોન્ડા એન્જિનની ટેક્નોલોજી આપવામાં આવી છે. આ મોટર 8 બીએચપી પાવર જનરેટ કરે છે અને તે ઓટોમેટિક સીવીટી ટ્રાન્સમીશન સાથે આવે છે. 

18 લીટરની સ્ટોરેજ ટેન્ક
એક્ટિવા 5જીમાં સીટનની નીચે 18 લીટરની સ્ટોરેજ ટેન્ક, કોમ્બી-બ્રેકિંગ સિસ્ટમની સાથે સાથે બંને પૈડા પર ડ્રમ બ્રેક, ટ્યૂબલેસ ટાયર, સ્ટીલ રીમ આપવામાં આવ્યાં છે. 

નવું 5જી વર્ઝન
ઓટોમેટિક સ્કૂટર એક્ટિવાનાં નવા 5જી વર્ઝનને એક નવા અંદાઝમાં રજુ કરવામાં આવ્યું છે. દેશમાં એક્ટિવાની ખુબ માગ છે અને કદાચ આ નવા વર્ઝનમાં ફેરફાર કરવાનું કારણ હોન્ડાને છેલ્લા કેટલાક વર્ષોમાં બજારમાંથી મળેલા પ્રતિભાવો છે. કિંમતની વાત કરીએ તો નવા મોડલમાં મામૂલી વધારો હોઈ શકે છે.