IT રિટર્નમાં આ ભૂલ ન કરશો, ખાવી પડશે જેલની હવા

ટેક્સ ચોરી અને કાળા નાણા પર અંકુશ લાદવા માટે સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગે અનેક પ્રયત્ન કર્યા છે. તેમાં ટેક્સ ચોરીના મામલે કાર્યવાહીને લઇને શંકાસ્પદ કરદાતાઓની આવકના સ્ત્રોતોની તપાસ સુધી સામેલ છે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ(CBDT)ની સાથે પગારદાર કરદાતાઓને ચેતાવણી આપી છે 

IT રિટર્નમાં આ ભૂલ ન કરશો, ખાવી પડશે જેલની હવા

નવી દિલ્હી: ટેક્સ ચોરી અને કાળા નાણા પર અંકુશ લાદવા માટે સરકાર અને ઇન્કમ ટેક્સ વિભાગે અનેક પ્રયત્ન કર્યા છે. તેમાં ટેક્સ ચોરીના મામલે કાર્યવાહીને લઇને શંકાસ્પદ કરદાતાઓની આવકના સ્ત્રોતોની તપાસ સુધી સામેલ છે. સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડ(CBDT)ની સાથે પગારદાર કરદાતાઓને ચેતાવણી આપી છે કે આવકને ઓછી બતાવીને વધુ ટેક્સના દાવાઓને વધારી-ચઢાવીને ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR)  ન ભરે. આમ કરવાથી ઇન્કમ ટેક્સ વિભાગ ના ફક્ત તેમના પર દંડ ફટકારશે પરંતુ ઇન્કમ ટેક્સ (આઇટી) એક્ટ હેઠળ કાનૂની કાર્યવાહી પણ કરશે. આ અધિનિયમ હેઠળ સજાની અલગ-અલગ જોગવાઇ છે. સજા અથવા દંડ ગરબડી કેવી છે તેના પર નિર્ભર કરે છે અને જો કરચોરી છે તો તેના માટે અલગ સજા છે. આવો આઇટી નિયમની જોગવાઇઓ પર એક નજર નાખીએ.

રિટર્નમાં ખોટા દાવા કર ચોરી ગણવામાં આવશે
ઇન્કમ ટેક્સ વિભાગના અનુસાર જો કોઇ પગારદારી કર્મચારી કોઇ સીએ અથવા ટેક્સ સલાહકારની ભૂલ પર રિટર્નમાં ખોટો દાવો કરે છે તો તેને કર ચોરી ગણવામાં આવશે. આ મામલે ન ફક્ત તેના વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થશે પરંતુ તે સીએ અથવા ટેક્સ સલાહકાર પણ ફસાશે. સાથે જ વિભાગ પોતાના સ્તર પર ચોરીની ગાઢ તપાસ કરાવશે. વિભાગ પાસે તેને ચેક કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ છે, જે આઇટીઆર પ્રોસેસિંગના કામમાં આવે છે. કોઇપણ કર્મચારી અથવા અધિકારી તેમાં હેરફેર ન કરી શકે.

કર ચોરી સતર્કતા વિભાગ કરશે તપાસ
સરકારી વિભાગો તથા સાર્વજનિક ઉપક્રમોના કર્મચારીઓ ખોટા દાવાની જાણકારીઓ સંબંધિત સતર્કતા વિભાગ (Vigilance) ને આપવામાં આવે છે. તે નિયમાનુસાર કાર્યવાહી કરશે અને તેની જાણકારી વિભાગને પુરી પાડશે. આ મામલે સેક્શન 270A હેઠળ દંડ લગાડવામાં આવશે. આ જોગવાઇમાં આઇટી અધિનિયમમાં ઉમેરવામાં આવ્યો છે. જો ગરબડી સાબિત થશે તો આ ઇન્કમ ટેક્સના 50 ટકા સુધીનો દંડ ફટકારવામાં આવશે. જોકે ખોટા દસ્તાવેજ લગાવીને આવક દર્શાવવામાં આવી તો આ દંડ વધારીને 200% થઇ જશે. તેમાં સેક્શન 276સી હેઠળ કાર્યવાહી થશે. આવા મામલામાં છ માસથી 7 વર્ષની સજાની જોગવાઇ છે. દંડ 25 લાખ રૂપિયા સુધી હોય શકે છે. 

અજ્ઞાત સ્ત્રોતોથી આવકની ખબર પડતાં સજા
વિભાગનું કહેવું છે કે ફક્ત આવક જાહેર કરવી પુરતું નથી પરંતુ આવકના સ્ત્રોતની જાણકારી આપવી પણ જરૂરી છે. ઇન્કમ ટેક્સ અધિનિયમના સેક્શન 271એએસી હેઠળ ઇન્કમ ટેક્સ અધિકારી આ મામલે 10 ટકાના દરે દંડ ફટકારી શકે છે. જો આવક કેશ ક્રેડિટ, અનિચ્છિત રોકાણ, અજ્ઞાત ધન, રોકાણની રકમ ખોટી દર્શાવવી અને ખર્ચાની યોગ્ય જાણકારી ન આપતાં દંડની જોગવાઇ છે. હવે રિટર્ન પ્રોસેસિંગ દરમિયાન ખબર પડશે કે ટેક્સ ઓડિટ કરાવ્યું નથી તો પણ દંડ લાગી શકે છે. આ ફક્ત વેપારી અથવા કંપનીઓ માટે છે. 

રિટર્ન ફાઇલ ન કરાવવા અથવ મોડું કરતાં સજા
જો ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કરાવ્યું તો પણ દંડ લાગી શકે છે. તેના માટે 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. જો ખબર પડી કે ટીડીએસ રિટર્ન વર્ષની અંદર ફાઇલ કર્યું નથી તો પેનલ્ટી 10 હજારથી 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. જો કોઇ વ્યક્તિએ પાન કાર્ડ ઇન્કમ ટેક્સ એકાઉન્ટ સાથે લીંક નથી કર્યું તો એ પણ અપરાધની શ્રેણીમાં આવે છે. જો પેનની વિગત ખોટી છે તો પણ તે અપરાધ છે એવામાં 10 હજાર રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. ટેન (ટેન ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર)ના મામલામાં ગરબડી મળતાં 10 હજાર રૂપિયાનો દંડ લાગી શકે છે. જો તેમાંથી કોઇ વધુ મોટી ભૂલ પકડાઇ છે અને કોઇને ગુનો સાબિત થાય છે તો દંડની સાથે-સાથે જેલ પણ થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news