ઈઝરાયેલની રક્ષા કંપની સાથે 50 કરોડ ડોલરની ડીલ ભારતે રદ્દ કરી

ઈઝરાયેલની એક ટોચની રક્ષા કંપનીએ એ વાતની પુષ્ટિ કરી છે કે ભારતે તેની સાથે 50 કરોડ ડોલરની એક ડીલ રદ્દ કરી છે.

Viral Raval Viral Raval | Updated: Jan 3, 2018, 09:44 PM IST
ઈઝરાયેલની રક્ષા કંપની સાથે 50 કરોડ ડોલરની ડીલ ભારતે રદ્દ કરી
ફાઈલ તસવીર

જેરુસલેમ: ઈઝરાયેલની એક ટોચની રક્ષા કંપનીએ એ વાતની પુષ્ટિ કરી છે કે ભારતે તેની સાથે 50 કરોડ ડોલરની એક ડીલ રદ્દ કરી છે. આ ડીલ હેઠળ સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલોનું નિર્માણ થવાનું હતું. અત્રે જણાવવાનું કે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની ભારત યાત્રા અગાઉ જ આ થયું છે. રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લિમિટેડના પ્રવક્તા ઈશાઈ ડેવિડે જણાવ્યું કે રાફેલને હવે ભારતના રક્ષા મંત્રાલયથી એક અધિકૃત સૂચના મળી ચૂકી છે જેમાં સ્પાઈક ડીલ રદ્દ થવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સ્પાઈકનો ઉપયોગ દુનિયાભારના 26 દેશો કરી રહ્યાં છે. ભારતે એક લાંબી પ્રક્રિયા બાદ તમામ રક્ષા ખરીદ નિયમોનું પાલન કરતા આ પસંદગી કરી હતી. 

રાફેલે નિવેદનમાં જણાવ્યું કે "આ રાફેલ દ્વારા તમામ માંગણીઓ પર સહમત થવા છતાં સમજૂતિ થયા પહેલા જ આ ડીલ રદ્દ કરી નાખવામાં આવી છે એ વાત ધ્યાન દોરવા યોગ્ય છે." રાફેલ આ નિર્ણય પર દુ:ખ વ્યક્ત કરે છે અને ભારતના રક્ષા મંત્રાલય સાથે સહયોગ કરવાની પ્રતિબદ્ધતા પર કાયમ રહશે. કંપની ભારતમાં કામ કરવાનું જારી રાખશે કારણ કે ભારત એક મહત્વપૂર્ણ બજાર છે. જો કે કંપનીએ ડીલ રદ્દ થવાના કારણનો ખુલાસો કર્યો નથી. ઉલ્લેખનીય છે કે નેતાન્યાહૂ 14 જાન્યુઆરીથી ચાર દિવસના ભારત પ્રવાસે છે. 

240 લક્ષ્યભેદી બોમ્બ, 131 બરાક મિસાઈલોની ખરીદીને મંજૂરી

આ અગાઉ કેન્દ્ર સરકારે ગત 2 જાન્યુઆરીના રોજ ભારતીય વાયુસેના માટે 240 સટીક લક્ષ્યભેદી બોમ્બ અને નેવી માટે 131 બરાક મિસાઈલોની ખરીદીને મંજૂરી આપી હતી. આ ખરીદીમાં કુલ 1714 કરોડનો ખર્ચ થશે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે રક્ષા મંત્રી નિર્મલા સીતારમને બે ખરીદ પ્રસ્તાવોને મંજૂરી આપી છે. સટીક નિર્દેશિત ગોળાબારૂદની શ્રેણીમાં આવતા આ બોમ્બ  રશિયાના મેસર્સ જેએસસી રોસોનબોરોન એક્સપર્ટ્સ પાસેથી 1254 કરોડના ખર્ચે ખરીદ કરાશે. 

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ બોમ્બની ખરીદીથી ભારતીય વાયુસેનાના હથિયારોમાં સટીક નિર્દેશીત ગોળાબારૂદની ઉણપ દૂર થવાની સાથે જ વાયુસેનાની આક્રમક ક્ષમતામાં વધારો થશે. તેમાં કહેવાયું છે કે ઈઝરાયેલની રાફેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ લિમિટેડ પાસેથી 460 કરોડના ખર્ચે 131 બરાક મિસાઈલો ખરીદવામાં આવી રહી છે. મંત્રાલયે કહ્યું કે આ મિસાઈલ જમીનથી હવામાં લક્ષ્ય સાંધવા માટે તૈયાર કરવામાં આવી છે. 

 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close