2018માં આ 5 જગ્યાએ કરો રોકાણ, માલામાલ થઈ જશો

 નવા વર્ષમાં નવા ફાઈનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે. પરંતુ તેના પણ વધુ જરૂરી છે કે અગાઉથી જ તે માટે તૈયારીઓ કરવામાં આવે.

2018માં આ 5 જગ્યાએ કરો રોકાણ, માલામાલ થઈ જશો

નવી દિલ્હી: નવા વર્ષમાં નવા ફાઈનાન્શિયલ પ્લાનિંગ જરૂરી છે. પરંતુ તેના પણ વધુ જરૂરી છે કે અગાઉથી જ તે માટે તૈયારીઓ કરવામાં આવે. સુરક્ષિત રોકાણ માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે કઈ સ્કીમ કે ફંડ્સ એવા છે જ્યાં રોકાણ કરી શકાય છે. રોકાણ માટે માત્ર રૂપિયા હોવા જરૂરી નથી, પરંતુ સારા વિકલ્પોની સમજ હોવી પણ જરૂરી છે. આવામાં એ અત્યંત જરૂરી છે કે તમારી કમાણીનું એવી જગ્યાએ રોકણ કરો જ્યાં અન્ય વિકલ્પોની સરખામણીમાં તમને વધુ ફાયદો થાય અને તમારા રૂપિયા સુરક્ષિત પણ રહે. આ સાથે જ રોકાણનો વિકલ્પ પસંદ કરતી વખતે તેના પર લાગતા ટેક્સનું પણ ધ્યાન રાખો. અહીં તમને એવા વિકલ્પો અંગે માહિતી આપીશું કે જે તમારા માટે અન્ય સ્કીમો કરતા વધુ સુરક્ષિત રહેશે. આ સાથે જ તેના પર સારા રિટર્ન પણ મળશે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના એક સરકારી યોજના છે. તેમાં રોકવામાં આવેલા નાણા એકદમ સુરક્ષિત છે. 10 વર્ષથી ઓછી ઉંમરની પુત્રીના નામ પર બેન્ક કે પોસ્ટ ઓફિસમાં તેનું ખાતું ખોલાવી શકાય છે. યોજનામાં રોકાણની સમયમર્યાદા 14 વર્ષ સુધી છે. પુત્રી 21 વર્ષની થાય ત્યારે મેચ્યોર થશે. આ યોજનામાં રોકવામાં આવેલા રૂપિયા પર ઈન્કમ ટેક્સની કલમ 80C અંતર્ગત છૂટ મળશે. યોજનામાં 8.1 ટકા વ્યાજ મળે છે. વ્યાજની ગણતરી કમ્પાઉન્ડ આધાર પર થાય છે. જેનાથી રિટર્ન થોડુ વધુ મળે છે. દર વર્ષે મિનિમમ 1000 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા રોકી શકાય છે. 

પીપીએફ
વર્ષ 2018માં પીપીએફ એકાઉન્ટમાં રૂપિયા રોકવા સારો વિકલ્પ છે. પીપીએફનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં જમા કરવામાં આવેલી રકમ પર મળનારું વ્યાજ ટેક્સ ફ્રી હોય છે. એટલું જ નહીં પરંતુ વ્યાજ અને મેચ્યોરિટી પર મળનારી રકમ ટેક્સ ફ્રી હોય છે. પીપીએફ પર  હાલ વાર્ષિક 7.6 ટકા રિટર્ન મળે છે.  દર ત્રિમાસિક પર પીપીએફના વ્યાજ દરની સમીક્ષા થાય છે. એકાઉન્ટમાં લઘુત્તમ રોકાણ 500 રૂપિયા અને મહત્તમ રોકાણ 150000 રૂપિયા વાર્ષિક છે. 

લિક્વિડ ફંડ
નવા વર્ષમાં રોકાણ માટે લિક્વિડ ફંડ પણ એક સારો વિકલ્પ છે. આ ફંડમાં સેવિંગ્સ એકાઉન્ટ પર મળનારા વ્યાજની સરખામણીમાં વધુ રિટર્ન મળે છે. આ સાથે જ સરળતાથી રૂપિયા કાઢી શકાય છે. ગત એક વર્ષમાં મોટા ભાગની લિક્વિડ ફંડની યોજનાઓએ 9 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જે એફડી પર મળતા હાલના રિટર્નથી પણ વધુ છે. લિક્વિડ ફંડ એક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે, જેમાં જોખમ ઓછુ હોય છે. તેનો કોઈ લોક ઈન પિરિયડ હોતો નથી. એટલે કે રોકાણ કરવાના બીજા દિવસે પણ તમે રૂપિયા કાઢી શકો છો. જ્યારે ઈચ્છો ત્યારે વધારાના રૂપિયા જમા કરાવો અને કાઢો. આ યોજના બેન્ક કે પોસ્ટ ઓફિસની આરડીની જેમ કામ કરશે. 

પોસ્ટ ઓફિસ
બેન્ક તો ડિપોઝિટ રેટ ઘડાવામાં લાગી છે. પરંતુ હાલ પોસ્ટ ઓફિસની બચત યોજનાઓના વ્યાજદરોમાં કોઈ ઘટાડો થયો નથી. રોકાણકારોને બેન્ક ડિપોઝિટ પર હાલ વધુમાં વધુ 6 થી 7 ટકા વ્યાજ મળી રહ્યું છે. જ્યારે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર 7.9 ટકા વ્યાજ મળે છે. આથી તમારી રકમ આ સ્કિમમાં 9 વર્ષમાં બમણી થઈ જશે. 

સરકારી બોન્ડ્ઝ
સરકારી બોન્ડ્ઝમાં રૂપિયા રોકવા એ બેન્કથી વધુ સારો વિકલ્પ બની શકે છે. જ્યાં બેન્કોમાં વધુમાં વધુ 7 ટકા સુધી વ્યાજ મળે છે ત્યાં સરકારી બોન્ડ્ઝ પર હજુ 7.8 ટકા વ્યાજ દર છે. આથી તમારી રકમ પણ બેન્કની સરખામણીમાં જલદી ડબલ થઈ જશે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news