Jio vs Airtel: એરટેલે 199ના પ્લાનમાં કર્યો ફેરફાર, હવે મળશે વધુ ડેટા

જૂના પ્લાનમાં ફેરફાર બાદ Airtel તેના યૂઝરને 2.8 જીડી વધુ ટેડા આપી રહી છે. 

Jio vs Airtel: એરટેલે 199ના પ્લાનમાં કર્યો ફેરફાર, હવે મળશે વધુ ડેટા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયોને કારણે બીજી ટેલીકોમ કંપનીઓએ તેના પ્લાનમાં સતત ફેરફાર કરવો પડી  રહ્યો છે. આ કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં થઈ રહેતા ઘટાડાને કારણે જૂના પ્લાનને અપડેટ કરવો તેની  મજબૂરી બની ગઈ છે. આ સાથે ઘણા નવા પ્લાન પણ બજારમાં આવી રહ્યાં છે. હવે એરટેલે 199 રૂપિયાના  જૂના પ્લાનને અપડેટ કર્યો છે. તેમાં ગ્રાહકોને વધુ ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા  વોડાફોને પણ 199 અને 399 રૂપિયાના પ્લાનમાં ફેરફાર કર્યો હતો. 

199 રૂપિયાના પ્લાનમાં શું મળશે? 
આ પ્લાન હેઠળ કંપની પોતાના યૂઝરને 28 જીબી ડેટા આપી રહી છે. પરંતુ જીયો ડેટા આપવાના મામલામાં  આગળ છે. 199 રૂપિયાના પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જે તમામ 22 સર્કલો માટે ઉપલબ્ધ છે.  અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા છે જે કોઈપણ FUP (ફેયર યૂઝ પોલિસી) મળે છે.  ફેરફારની કરાયા બાદ હવે ગ્રાહકોને દરરોજ 1.4 જીબી ડેટાની જગ્યાએ 1.5 જીબી ડેટા આપવામાં આવશે. આ  સિવાય 100 એસએમએસ દરરોજ મળશે. એટલે કે ગ્રાહકોને કુલ 42 જીબી ડેટા મળશે. 

શું છે વોટાફોનનો 199 રૂપિયાનો પ્લાન?
એરટેલના પ્લાનની તુલનામાં જો વોડાફોન સાથે કરીએ તો દરરોજ 1.5 જીબી ડેટા મળે છે. અનલિમિટેડ  લોકલ અને એસટીડી કોલની સુવિધા એફયૂપીની સાથે મળે છે. દરરોજ 250 મિનિટ્સ અને એક સપ્તાહમાં  1000 મિનિટની લિમિટ છે. લિમિટ પૂર્ણ થયા બાદ ગ્રાહકને 1.2 પૈસા કે 1 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી  ચાર્જ આપવો પડશે. દરરોજનો ડેટા પૂરો થયા બાદ હાઈ સ્પીડ ડેટા ચાલુ રાખવા માટે 50 પૈસા પ્રતિ  એમબીના હિસાબથી ચાર્જ ચુકવવો પડશે. 

શું છે જીયોનો 198નો પ્લાન
જીયોના 198ના પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા મળી રહ્યો છે. આ સિવાય અનલિમિટેડ લોકલ અને એસટીડી  કોલિંગ 28 દિવસ માટે ઉપલબ્ધ છે. આ માટે કોઈ FUP (ફેયર યૂઝ પોલિસી) નથી. રોજ 100 SMSની  સુવિધા મળે છે. આ પ્લાન 28 દિવસ સુધી ચાલે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news