નોકરી શોધી રહ્યા છો? રિલાયન્સ JIO લાવ્યું છે બમ્પર વેકેન્સી, કરો અરજી

રિલાયન્સ જીયો બમ્પર વેકેન્સી લઇને આવ્યું છે. Reliance Jio દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

Haresh Suthar Haresh Suthar | Updated: Mar 13, 2018, 12:20 PM IST
નોકરી શોધી રહ્યા છો? રિલાયન્સ JIO લાવ્યું છે બમ્પર વેકેન્સી, કરો અરજી

નવી દિલ્હી : શું તમે યુવા છો અને નોકરીની શોધમાં છો? તમે અનુભવી હો કે ફ્રેશર કોઇ વાંધો નથી. રિલાયન્સ જિયો તમારા માટે નોકરીની વિશાળ તક લાવ્યું છે. જિયો દ્વારા હાલમાં વિવિધ જગ્યાઓ માટે નોકરીની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે તમે જિયો.કોમ પર જઇને ઓન લાઇન અરજી કરી શકો છે. તમારી યોગ્યતા અને કંપનીના ધારા ધોરણ મુજબ તમને નોકરીની તક મળી શકે એમ છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની રિલાયન્સ જિયો દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. જાહેર કરાયેલ વિવિધ જગ્યાઓ પૈકીની જગ્યાએ તમે જો યોગ્ય હોવ તો તમે અરજી કરી શકો છે. જિયો લોન્ચિંગ સમયે રિલાયન્સ દ્વારા અંદાજે 1.20 લાખ લોકોને રોજગાર આપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જિયોએ પોતાની વેબ સાઇટ પર ઘણી કેટેગરી માટે નોકરી ઓપન કરી છે. જોકે એવું પણ નથી કે રિલાયન્સ જિયો દ્વારા પહેલી વખત નોકરી ઓપન કરવામાં આવી હોય, આ અગાઉ પણ સમયે સમયે જાહેરાત આવતી જ રહે છે. 

આ રીતે કરી શકો છો અરજી
jio.com અને careers.jio.com પર જઇને તમે વિવિધ જગ્યાઓ માટેની નોકરી માટે એપ્લાય કરી શકો છો. આ માટે સૌપ્રથમ તમારે તમારુ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. રજીસ્ટ્રેશન વખતે તમારે તમારો મોબાઇલ નંબર આપવાનો હોય છે. ફોર્મ ભર્યા બાદ તમારા મોબાઇલ પર એક મેસેજ આવશે જેના દ્વારા તમારે લોગ ઇન કરવાનું છે. 

ઓન લાઇન અરજી માટે અરજી કરવા માટે અહીં ક્લિક કરો

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close