મિસ્ડ કોલ દ્વારા મળશે PFની જાણકારી, UAN પર રજિસ્ટ્રેશન હોવું જરૂરી

યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન) પોર્ટલ પર રજિસ્ટર્ડ સભ્ય ઇપીએફઓમાં ઉપલ્બધ વિવરણની જાણકારી પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપીને પ્રાપ્ત કરી શકે છે. આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે યૂનિફાઇડ પોર્ટલનું યૂએએન સર્કિય હોવું જરૂરી છે. 011-22901406 પર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી મિસ્ડ કોલ મારશો એટલે બે રીંગ વાગ્યા બાદ ફોન આપમેળે કપાઇ જશે. સભ્ય માટે આ સેવા મફતમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત જેમની પાસે સ્માર્ટફોન નથી તે પણ આ સેવાઓનો લાભ ઉઠાવી શકશે. 

Dushyant karnal Dushyant karnal | Updated: Mar 13, 2018, 09:50 AM IST
મિસ્ડ કોલ દ્વારા મળશે PFની જાણકારી, UAN પર રજિસ્ટ્રેશન હોવું જરૂરી

નવી દિલ્હી: યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (યૂએએન) પોર્ટલ પર રજિસ્ટર્ડ સભ્ય ઇપીએફઓમાં ઉપલ્બધ વિવરણની જાણકારી પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કોલ આપીને પ્રાપ્ત કરી શકે છે. આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે યૂનિફાઇડ પોર્ટલનું યૂએએન સર્કિય હોવું જરૂરી છે. 011-22901406 પર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી મિસ્ડ કોલ મારશો એટલે બે રીંગ વાગ્યા બાદ ફોન આપમેળે કપાઇ જશે. સભ્ય માટે આ સેવા મફતમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત જેમની પાસે સ્માર્ટફોન નથી તે પણ આ સેવાઓનો લાભ ઉઠાવી શકશે. 

જો સભ્યનો યૂએએન કોઇપણ એક બેંક એકાઉન્ટ, આધાર અને પાન કાર્ડ સાથે લીંક છે તો તે સભ્યને અંતિમ યોગદાન અને પ્રોવિડન્ટ ફંડ બચતનું વિવરણ મળી શકે છે. પ્રોવિડન્ટ ફંડ બચત અને અંતિમ ચૂકવણીની જાણકારી માટે મિસ્ડ કોલ અને એસએમએસ સેવા દ્વારા જાણકારી પ્રાપ્ત કરવાની સુવિધા ઉમંગ એપ પર પણ ઉપલબ્ધ છે. 

SMS પર પણ મળશે જાણકારી
યૂએએન સક્રિય સભ્ય પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 77382-99899 પર એસએમએસ મોકલી ઇપીએફઓ પાસે ઉપલબ્ધ બચત અને નવા પીએફ યોગદાન વિશે માહિતી મેળવી શકે છે. 'ઇપીએફઓએચઓ યૂએએન' લખીને 77382-99899 પર એસએમએસ મોકલવાનો રહેશે. આ સુવિધા 10 ભાષાઓ અંગ્રેજી, હિંદી, પંજાબી, ગુજરાતી, મરાઠી, તમિલ, મલયાલમ અને બાંગ્લામાં ઉપલબ્ધ છે. અંગ્રેજીને બાદ કરતાં કોઇપણ ભાષામાં એસએમએસ પ્રાપ્ત કરવા માટે પસંદ કરેલી ભાષાના ત્રણ શબ્દ યૂએએન પછી લખવાના રહેશે.