ખુશખબર : નવા વર્ષમાં આટલી ઘટશે ગેસ સિલિન્ડરની કિંમત

નવા વર્ષે તેલ કંપનીઓ પોતાના ગ્રાહકોને રાહત આપવા સિલિન્ડરની કિંમત ઘટાડી છે

ખુશખબર : નવા વર્ષમાં આટલી ઘટશે ગેસ સિલિન્ડરની કિંમત

નવી દિલ્હી : નવા વર્ષે તેલ કંપનીઓએ પોતાના ગ્રાહકોને રાહત મળે એવા સમાચાર આવ્યા છે. કંપનીએ પોતાના  ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. હવે આ કિંમતમાં સાડાચાર રૂ. જેટલો ઘટાડો થયો છે. આ નવી કિંમતો 1 જાન્યુઆરી, 2018થી અમલમાં મુકાઈ ગઈ છે. સરકારે 14.2 કિલોવાળા સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 822.50 રૂ.થી ઘટાડીને 818.00 રૂ. કરી દીધી છે. આ રીતે જ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1451 રૂ.થી ઘટાડીને 1447 રૂ. કરી દીધી છે. આમ, કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ચાર રૂ.નો અને ઘરવપરાશના સિલિન્ડરમાં સાડાચાર રૂ.નો ઘટાડો કરવામાં આવ્યો છે. 

નોંધનીય છે કે હાલમાં સરકારે દર મહિને એલપીજી સિલિન્ડરના રેટ વધારવાના નિર્ણયને આખરે પરત લઇ લેવાનો નિર્ણય કર્યો છે. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કે, દર મહિને રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત વધવાની બાબત સરકારને ગરીબો માટે મફત એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવાની યોજના ઉજ્જવલાની વિરુદ્ધમાં ગણવામાં આવી રહ્યું હતું. લોકો આને લઇને વિરોધ કરી રહ્યા હતા.

આ પહેલા સરકારે જાહેર ક્ષેત્રોની તમામ પેટ્રોલિયમ કંપનીઓને જૂન ૨૦૧૬થી એલપીજી સિલિન્ડરની કિંમતોમાં મહિને ૪ રૂપિયાનો વધારો કરવાનો આદેશ કર્યો હતો. દર મહિને ચાર રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો હતો. સરકારને આની પાછળનો હેતુ એલપીજી ઉપર આપવામાં આવી રહેલી સબસિડીને ખતમ કરવા માટેનો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news