49 રૂપિયામાં મળશે મોટો ફાયદો, અહીંથી ખરીદી શકો છો JIO PHONE

રિલાયન્સ જીયો ગ્રાહકોને સતત નવી-નવી ઓફર આપી રહ્યું છે. હવે જીયો ફોનને લઈને નવા સમાચાર છે. યુઝર્સ હવે મોબિક્વિકમાંથી જીયો ફોન ખરીદી શકશે. રિલાયન્સ જીયોએ ડિજિટલ પેમેન્ટ એપ મોબિક્વિક સાથે કરાર કર્યો છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 11, 2018, 03:53 PM IST
 49 રૂપિયામાં મળશે મોટો ફાયદો, અહીંથી ખરીદી શકો છો  JIO PHONE
મોબિક્વિક પ્રથમ એવી મોબાઇલ વોલેટ કંપની છે જે જીયો ફોન વેંચશે

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો ગ્રાહકોને સતત નવા-નવા ફાયદા આપી રહ્યું છે. હવે જીયો ફોનને લઈને નવા સમાચાર છે. યુઝર્સ બવે મોબિક્વિકમાંથી જીયો ફોન ખરીદી શકશે. રિલાયન્સ જીયોએ ડિજિટલ પેમેન્ટ એર મોબિક્વિક સાથે કરાર કર્યો છે. આ કરામ પ્રમાણે મોબિક્વિક પોતાની એપ પર જીયોના ફીચર ફોનનું વેચાણ કરશે. મોબિક્વિક પ્રથમ એવી મોબાઈલ વોલેટ કંપની છે જે જીયો ફોન વેંચશે. આ માટે તમારે થોડુ કામ કરવું પડશે, ત્યારબાદ તમારો ફોન બુક થઈ જશે. 

49 રૂપિયામાં અનલિમિટેડ ડેટા
જીયો ફોન સાથે યુઝર્સને ધમાકેદાર ઓફર મળી રહી છે. રિલાયન્સ જીયોએ હાલમાં ફીરચ ફોન યુઝર્સ માટે એક શાનદાર ઓફર રજૂ કરી છે. જેમાં માત્ર 49 રૂપિયામાં અનલિમિટેડ ડેટા અને ફ્રી વોયસ કોલ્સની ઓફર મળી રહી છે. 

બુકિંગ બાદ સ્ટોરમાંથી મળશે ફોન
મોબિક્વિકના બિઝનેસ હેડ વિક્રમ વીર સિંહ પ્રમાણે, જીયો ફોન ખરીદનારા યુઝર્સ એપ પર ચાર સરળ સ્ટેપ્સમાં ફોન ખરીદી શકશે. બુકિંગની પ્રક્રિયા પુરી થયા પર ગ્રાહકોની જીયોની તરફથી એસએમએસ મળશે. તેમાં તેમને સ્ટોરની જાણકારી આપવામાં આવશે. આ સ્ટોરમાંથી જઈને ગ્રાહકો પોતાનો બુક કરેલો ફોન લઈ શકો છો. 

શું છે કંપનીનો પ્લાન
ભારતમાં ઘણા યુઝર્સ છે માત્ર ફીચર ફોનનો ઉપયોગ કરે છે. તેવામાં લોકો સુધી પહોંચવા માટે રિલાયન્સ જીયોએ તોપાનો 4જી ફીચર ફોન બજારમાં ઉતાર્યો છે. ડિસેમ્બરમાં તેનું રેકોર્ડ વેચાણ થયું હતું. પરંતુ ફોન બુકિંગની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોએ હવે ફોનનું બુકિંગ કરવું સરળ રહેશે. 

જીયો માટે આ છે મોટી ચેલેન્જ
જીયો ફીચર ફોન લોન્ચ કર્યા બાદ એરટેલે પણ ગ્રાહકો માટે સસ્તા સ્માર્ટફોનની ઓફર  રજૂ કરી છે. હવે ફરી ભારતી એરટેલ, વોડાફોન ઈન્ડિયા અને આઈડિયા સેલ્યુલર જેવી ટેલિકોન કંપનીઓ હેન્ડસેટ ઉત્પાદકો સાથે મળીને 4જી સ્માર્ટફોનનો ભાવ ફીચર ફોનથી પણ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. નવો 4જી સ્માર્ટફોનની કિંમત 500 રૂપિયા સુધી હોય શકે છે. આ ફોન સાથે કંપનીઓ દર મહિને 60 થી 70 રૂપિયામાં વોયસ કોલ અને ડેટા પેકની ઓફર પણ આપી રહી છે. 

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close