16 % ટકા સસ્તું સોનું ખરીદવું છે? આ રહ્યો રસ્તો

આપણા દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જે સોનાને રોકાણ તરીકે ખરીદે છે

16 % ટકા સસ્તું સોનું ખરીદવું છે? આ રહ્યો રસ્તો

નવી દિલ્હી : પણા દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જે સોનાને રોકાણ તરીકે ખરીદે છે. અને આ એક પરંપરા તરીકે લેવામાં આવે છે. કોમોડિટીનું રોકાણ અન્ય રોકાણ કરતા અલગ હોય છે અને સોનામાં જેમને રોકાણ કરવું હોય તેમના માટે સોવરેન ગોલ્ડ બોન્ડ પણ છે. સ્કીમનો હેતુ લોકોને ફિઝિકલ સોના કરતા બોન્ડમાં રોકાણ કરતા કરવાનો છે. આ સ્કીમમાં હવે સરળતાથી રોકાણ કરી શકાશે. સોવેરેન ગોલ્ડ સ્કીમ દ્વારા રોકાણકાર પેપર ગોલ્ડમાં રોકાણ કરી શકે છે. રોકાણકારો કોઇ પણ સમયે આ સ્કીમમાં રોકાણ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં આ બોન્ડમાં 0 ગ્રામ સોનું 30,500 રુપિયાનું મળી રહ્યુ છે. જેનો મતલબ એક ગ્રામ 2600 થી 2700 રુપિયા સુધી થયુ. જે માર્કેટ રેટ કરતાં 16 થી 17 ટકા સસ્તુ થયું છે. આજે જ્યારે ડોલર મજબુત બની રહ્યો છે અને ઈક્વિટીમાં ધોવાણ ચાલી રહ્યુ છે ત્યારે આ બોન્ડમાં રોકાણ કરવું સલાહ ભર્યુ છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ એ સેકંડરી માર્કેટમાં મળતુ બોન્ડ છે. જેમાં તમે 24 કેરેટ શુધ્ધ સોનું ખરીદી શકો છો. જેનાં પર તમને 2.5 ટકા લેખે વાર્ષિક વ્યાજ પણ મળે છે. આ સોનું ડિમેટ કે પેપર ફોર્મેટમાં ખરીદી શકાય છે એટલે એને સાચવવાની ઝંઝટ નથી રહેતી. આમાં મિનિમમ 1 ગ્રામથી 4 કિલો ગ્રામ સુધી સોનું ખરીદી શકાય છે. આનું વ્યાજ છ મહિને તમારા એકાઉંટમાં જમા થાય છે.

આ બોન્ડમાં મેચ્યોરિટી પીરિયડ પછી તે બોન્ડ પર રોકાણ વ્યાજ સહિત પાછુ મળે છે. તેનાં વ્યાજ પર ટેક્સ રિબેટ પણ મળે છે. આ બોન્ડમાં 5,6,7, કે 8 વર્ષનાં રોકાણનાં વિકલ્પ પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news